મુલાકાત:પોરબંદર વિધાનસભાની કમિટીએ ગોડાઉન, વ્યાજબી ભાવની દુકાનની મુલાકાત લીધી

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અધિકારીઓએ પુરવઠા અનાજ ગોડાઉનની મુલાકાત લીધી. - Divya Bhaskar
અધિકારીઓએ પુરવઠા અનાજ ગોડાઉનની મુલાકાત લીધી.
  • સમિતિની ટીમે સરકારી ગોડાઉન ખાતે અનાજના નમુના લઇ ક્વોલિટી તપાસવાની સાથે સસ્તા અનાજની દુકાને ગ્રાહકોના અભિપ્રાય લીધા

સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની કમિટીના ચેરમેન શંભુજી ઠાકોર તથા સભ્યોએ પોરબંદર પુરવઠા નિગમના ગોડાઉન અને મોડેલ વ્યાજબી ભાવની દુકાનની મુલાકાત લેવાની સાથે પુરવઠા વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. આ સાથે નિગમના ઉચ્ચ અધિકારીઓ એક્ઝિ. ડાયરેક્ટર સંજય મોદી, નાયબ સચિવ નયનાબેન પટેલ, ત્રિવેદી સાહેબ, ડો.મયુર ચંદ્ર, જિલ્લા પુરવઠા અધિકારી વિવિક ટાંક સહિત ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા પુરવઠા અધિકારીએ કહ્યુ કે, તમામ અનાજનું સૌ પ્રથમ ગાંધીનગરની લેબ ખાતે ચેકીંગ થાય છે. અને નમૂના પાસ થયા બાદ જ વિતારણમાં મુકવામાં આવે છે. જામનગર FCI માંથી ઘઉં-ચોખાનો જથ્થો તાલુકાના ગોડાઉન પર આવે છે. અને આ સમગ્ર ટ્રાન્સપોર્ટેશન GPS મારફતે ઓનલાઈન ટ્રેકિંગ થાય છે. અને વેબ્રિજથી વજનની ખાતરી પણ કરવામાં આવે છે.તથા ગોડાઉન પર જથ્થો આવ્યા બાદ તેની સમભરતી કરીને દર મહિને દુકાનદારોને સમય સર જથ્થો આપવામાં આવે છે. આ પ્રક્રિયા પણ સંપૂર્ણ રીતે ઓનલાઈન છે.

સમિતિના અધ્યક્ષ સહિત સભ્ય ગેનીબેન ઠાકોર, રાજેન્દ્રસિંહ સોલંકી, ભીખાભાઇ બારૈયા સહિતે જાહેર અનાજ વિતરણ વ્યવસ્થા, ટેકાના ભાવે અનાજની ખરીદી સહિત બાબતે અધિકારીઓ સાથે પરામર્શ કરી ગોડાઉનમા ઉપલબ્ધ અનાજના જથ્થામાથી નમુના તપાસ્યા હતા. પુરવઠા ટીમ દ્વારા હાલમાં જ ગરીબ, ગંગા સ્વરૂપા, સ્લેમ વિસ્તારના 13હજાર પરિવારોને શોધીને ઘરે ઘરે ફરીને નેશનલ ફૂડ સિક્યુરિટી એકટમાં સમાવેશ કરાતા ઘણા વંચિત લોકોને અનાજ મળતું થયું છે.

અન્ય સમાચારો પણ છે...