ટુર્નામેન્ટ:ફૂટબોલ નાઈટ ટુર્નામેન્ટનો રંગ જામ્યો

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 32 ટીમોએ ભાગ લીધો, 18 તારીખ સુધી ટુર્નામેન્ટ ચાલશે

પોરબંદર જીલ્લાના યુવાનો તથા વિધાર્થીઓનો શારીરિક તંદુરસ્તીનો વિકાસ થાય અને તેઓમાં રહેલા કૌશલ્ય બહાર આવે અને પોરબંદર જીલ્લાના યુવાનો સ્પોર્ટસમાં પોતાનુ ભવિષ્ય ઉજવલ બનાવે તેવા ઉદેશથી પોરબંદર સાગર શક્તિ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રેમજીભાઇ પોસ્તરીયા તથા ભાવસિંહજી સ્પોર્ટસ કલબ- અખાડાના પ્રમુખ પ્રેમજીભાઇ ભરાડાના માર્ગદર્શન હેઠળ ભાવસિંહજી સ્પોર્ટસ કલબના કાર્યકરો લાલજીભાઇ, દિપકભાઇ, મિતેશભાઈ, રાજેશભાઇ, યોગેશભાઇ, સિધ્ધાર્થભાઇ, જગદિશભાઇ, મહેશભાઇ, જીજ્ઞેશભાઇ, ડેનીશભાઇ દ્રારા તા.8 થી તા.18 જાન્યુઆરી સુધી ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય 5A સાઈડ ફૂટબોલ નાઈટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે.

જેમા મુખ્ય અતિથિ તરીકે પોરબંદર શહેર ડીવાયએસપી નિલમ ગોસ્વામી, માજી ધારાસભ્યબાબુભાઇ બોખીરીયા, તથા અતિથિ વિશેષ તરીકે ખારવા સમાજના પ્રમુખ પવનભાઇ શિયાળ તથા નિવૃત શિક્ષક વિનોદભાઇ વાળા સહિતનાઓની ઉપસ્થિતિમા ઓપનીંગ સેરેમની રાખવામા આવેલ હતી. પોરબંદર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાથી જુદી-જુદી ટીમોએ આ ફુટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ જેમા ડિફેન્સ વિભાગમાથી નેવી તથા ગ્રામ્ય વિસ્તાર માથી દેવડા હાઇસ્કુલની ટીમ તેમજ પોરબંદરની વિવિધ ફુટબોલ ક્લબોની ટીમોએ ભાગ લીધેલ છે.

આ ટુર્નામેંન્ટ 3 ગૃપમા રમાડવામા આવેલ જેમા ઓપન ગૃપમા કુલ 32 ટીમોએ ભાગ લીધેલ તથા અન્ડર 14 ગૃપમાં કુલ 8 ટીમો ભાગ લીધેલ છે અને અન્ડર -11 ગૃપમાં કુલ 3 ટીમો ભાગ લીધેલ છે. આ ટુર્નામેન્ટનો ક્લોઝિંગ સેરેમની કાર્યક્રમ તા. 18/1ના રોજ રાખવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...