સરકાર મદદ કરશે:બંધ થયેલી એબ્રેસીવ કંપની દિવાળી પહેલાં ફરી ધમધમશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાચો માલ મેળવવામાં સરકાર મદદ કરશે

પોરબંદરમાં રો મટીરીયલના અભાવે થોડા દિવસ પહેલા બંધ થયેલી ઓરીયન્સ એબ્રેસીવ ફેટકરી દિવાળી પહેલા ફરી શરૂ થઇ જશે તેવું જાણવા મળી રહ્યું છે. પોરબંદરમાં થોડા દિવસ પહેલા એબ્રેસીવનું ઉત્પાદન કરતી ઓરીએન્ટ એબ્રેસીવ કંપની એકાએક સંચાલકો દ્વારા બંધ કરી દેવામાં આવી હતી. ફેકટરીને જરૂરી કાચો માલ મળતો ન હોવાથી ફેકટરી બંધ કરી દેવી પડી છે તેવું ફેકટરીના સંચાલકોએ જણાવ્યું હતું.

એકાએક ફેકટરી બંધ થઇ જતા હજારો કામદારો દિવાળી પહેલા અચાનક બેરોજગાર બની ગયા હતા અને પોરબંદરમાં મુશ્કેલી ભર્યુ વાતાવરણ સર્જાઇ ગયું હતું. પરંતુ આજે ફેટકરીના સંચાલકોને સરકાર વચ્ચે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ બેઠક કરાવી હોવાનું જાણવા મળેલ છે અને આ બેઠકમાં સરકારે ફેકટરીને મદદરૂપ બનવાની ખાત્રી આપતા ફેકટરી દિવાળી પહેલા ફરી ધમધમતી થશે તેવું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...