તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:1.50 કરોડના ખર્ચે સિવીલ હોસ્પિટલનું થશે નવિનીકરણ

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદર સરકારી મહિલા તેમજ ભાવસિંહજી હોસ્પિટલમાં પ્લાસ્ટર, કલર સહિતનું સમારકામ હાથ ધરાશે

પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ અને સરકારી મહિલા હોસ્પિટલનું નવીનીકરણ 1.50 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાશે.

પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી ભાવસિંહજી હોસ્પિટલ અને મહિલા હોસ્પિટલનું બિલ્ડીંગ 110 વર્ષ જૂનું છે. 2010માં આ સિવિલ હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. હાલ આ હોસ્પિટલ ખાતે છત પરથી પોપડાઓ ખરતા હોય અને કલરકામ સહિત સમારકામની જરૂર હોય જેથી પીઆઈયુ વિભાગ દ્વારા બન્ને સિવિલના નવીનીકરણ માટે પ્રયાસ હાથ ધરવામાં આવતા મંજૂરી મળતા બે તબક્કે રૂ. 1.50 કરોડના ખર્ચે નવીનીકરણ ની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં બન્ને સિવિલ ખાતે હાઈમસ ટાવર, છતમા રીપેરીંગ કામ, પ્લાસ્ટર, કલર, પ્લમબિંગ કામ, ડ્રેનેજ કામ, ઇલેક્ટ્રિક કામ સહિતનું કામ કરવામાં આવશે. જેમાં રૂ. 1 કરોડ ભાવસિંહજી હોસ્પિટલ અને રૂ. 50 લાખનું કામ મહિલા હોસ્પિટલ ખાતે નવીનીકરણ માટે વાપરવામાં આવશે. ખાસ તો મહિલા હોસ્પિટલ ખાતે મહિલા દર્દી સાથે આવતા પુરુષોને રાત્રીના સમયે બહાર સુવાનું હોય અને અહીં પટાંગણમાં શૌચાલય ન હોવાથી બહાર જવું પડતું હોવાથી મુશ્કેલી પડે છે જેથી શૌચાલય પણ બનાવવામાં આવશે. ઉપરાંત મહિલા હોસ્પિટલ ખાતે પાણીની વ્યવસ્થા માટે સંપ બનાવવાનું પણ આયોજન કરાયું છે.

બન્ને સિવિલ ખાતે કુલ 3 લિફ્ટ મૂકવાનું આયોજન
ભાવસિંહજી હોસ્પિટલ ખાતે માલસામાન માટે એક લિફ્ટ અને દર્દી માટે વધુ એક લિફ્ટ તેમજ મહિલા સિવિલ ખાતે દર્દી માટે વધુ એક લિફ્ટ મુકવાનું આયોજન છે. જેનો અંદાજીત ખર્ચ 1 કરોડ રૂપિયા જેટલો થાય છે. આ લિફ્ટના આયોજન માટે અંદાજપત્ર બનાવીને મોકલવા સૂચના પણ આપવામાં આવી છે. - અલતાફ હીંગારીયા, પીઆઇયુ, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જીનીયર, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો