ગૌરવ:વિડીયો-સ્પર્ધામાં શહેરના યુવાને પ્રથમ ક્રમાંક મેળવ્યો

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરદાર વલ્લભભાઇ પટેલ વિષય પર સ્પર્ધા આયોજિત કરાઈ હતી

ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્રારા સમગ્ર ગુજરાત રાજ્યકક્ષાએ એક પ્રતિયોગિતા યોજવામાં આવી હતી. આ પ્રતિયોગિતા મુજબ એકતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઇ પટેલ વિષય પર વિડીયો બનાવીને રાજ્યકક્ષાએ મોકલવાનો હતો.

આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યકક્ષાએ પોરબંદર જીલ્લાના મનોજભાઇ ઓડેદરાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો, જેથી મનોજભાઇને કુતિયાણા મામલતદાર જાદવ સાહેબના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. આમ મનોજભાઇએ આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવીને પોરબંદર જીલ્લાનું નામ રોશન કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...