ચોર પોલીસના સંકજામાં:રાણાવાવ શહેરની ઝરડી સીમમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા પોરબંદર જિલ્લાના અનડીટેક ગુન્હાઓ શોધી કાઢવા માટે સુચના આપવામાં આવેલી. જેના અનુસંધાને પોરબંદર ગ્રામ્ય ડીવિઝનના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના PSI પી.ડી.જાદવ તથા સ્ટાફના માણસો રાણાવાવ ઝરડી સીમમાં થયેલી ચોરીની તપાસમાં હતા.

તે દરમિયાન પીપળીયા ગામના પાટીયા પાસે એક શંકાસ્પદ ઇસમ મળી આવેલો હતો. જેને ચેક કરતા તેમના ખીસ્સામાંથી દાગીના મળી આવેલા હતા. જેથી મજકુર ઇસમને રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે લઇ જઈને યુક્તી-પ્રયુક્તિથી પુછપરછ કરતાં રાણાવાવ પોલીસ સ્‍ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુન્હાની કબુલાત આપી હતી. ચોરીમાં ગયેલા તમામ મુદ્દામાલ સાથે આરોપીને ગુન્‍હાના કામે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલા છે.

પકડાયેલ મુદ્દામાલ

(1) સોનાનો ચાંદલી હાર વજન આશરે 4 તોલા જેની આશરે કિંમત 1,50,000

(૨) ગળામાં પહેરવાનો સોનાનો સેટ આશરે વજન ૩ તોલા જેની આશરે કિંમત ૧,૧૫,૦૦૦

(૩) ગળામાં પહેરવાનો ચેઇન જેનું આશરે વજન 12 ગ્રામ જેની કિંમત 50,000

(૪) વીંટી નંગ-1 જેનું વજન આશરે 2 ગ્રામ જેની કિંમત 10,000

તમામ સોનાના દાગીના મળી કુલ વજન 8 તોલા 4 ગ્રામ જેની અંદાજીત કુલ કિંમત 3,25,000

આરોપી

રાહુલ ભીખા વાઘેલા ઉ.19 વર્ષ.રહે.મુળ સાત રસ્તા જામનગર હાલ ચોપાટી હાથી ગ્રાઉન્ડ, પોરબંદર

આ કામગીરીમાં રાણાવાવ પીએસઆઈ પી.ડી.જાદવ, હેડ કોન્સટેબલ જે.પી.મોઢવાડીયા, આર.બી.ડાંગર, વિ.એન.ભુતીયા, બી.જે.દાસા તથા પોલીસ કોન્સટેબલ હિમાંશુ વાલા, સંજય વાલા, સરમણ મારૂ તથા અરજન કારા સહિતનો સ્ટાફ રોકાયેલો હતો.

અન્ય સમાચારો પણ છે...