તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સુતારવાડામાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે સોનાના દાગીના, રોકડ સહિત 1.30 લાખના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લીધો

સુતારવાડામાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો હતો જેમાં પોલીસે સોનાના દાગીના અને રોકડ સહિત 1.30 લાખના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લીધો છે. પોરબંદરના સુતારવાડામાં રહેતા કમલેશભાઈ પ્રેમશંકર પંડિયાએ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ હાર્ટ સર્જરી માટે અમદાવાદ ગયા હતા ત્યારે કોઈએ તેના ઘરમાં આવી સોનાના દાગીના અને રોકડની ચોરી કરી છે.

થી કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એલ. આહિરના માર્ગદર્શન મુજબ ડી-સ્ટાફ આર.એલ.મકવાણા તથા સ્ટાફ આરોપીની તપાસમાં હતા તે દરમ્યાન ઘટના સ્થળે જઈ તપાસ કરતા કોઈ અજાણ્યા ચોર ઘરની અંદર આવેલ લોકર તથા અંદરના રૂમના દરવાજાની ડુબલીકેટ ચાવી બનાવી ઘરમાં રહેલ લોકર માંથી એનકેન પ્રકારે લોકરને ખોલી લોકરમાં રહેલ અલગ-અલગ સોનાના દાગીના કિ.રૂ.1 લાખ તથા રોકડા રૂપીયા 30 હજારની ચોરી કરેલ હોવાનું જણાતા આજુબાજુ માંથી શકદારોને લાવી વધુ પુછપરછ કરતા શકદારો માંથી જીતેશ ઉર્ફે જગદિશ ઉર્ફે જગો મગનલાલ માખેચાની પુછપરછ દરમ્યાન સંતોષકાર જવાબો આપતો ન હોય આગવી ઢબે પુછપરછ કરતા પોતાના પાડોસીના ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલ લોકરમાંથી સોનાના દાગીના અને રોકડ ચોરી હોવાની કબૂલાત આપી હતી જેથી પોલીસે કુલ રૂ. 1.30 લાખનો મુદ્દામાલ રિકવર કરી ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી કાર્યવાહી કરી હતી અને કોર્ટે આરોપીને જેલ હવાલે કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...