સમસ્યા:ખાબડખૂબડ વાળા રસ્તા પર વરસાદી પાણી ભરાયા, સ્થાનિકોને પસાર થવામાં હાલાકી

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર વોર્ડ નં.7માં અમુક રસ્તાનું નવિનીકરણ થયું નથી
  • માર્ગો પર કાદવ ફેલાયો છે, વાહન સ્લીપ થાય છે, મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે

પોરબંદર છાયા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી બાદ મોટાભાગના વોર્ડમાં રસ્તાનું નવીનીકરણ તથા ગલીઓમાં પેવર બ્લોક પથરાઈ ગયા છે. ત્યારે વોર્ડ નં.7ના સ્થાનિકોએ રોષભેર જણાવ્યું હતુંકે આ વોર્ડમાં કેટલાક રસ્તાઓને નવીનીકરણથી વંચિત રાખી દેવામાં આવ્યા છે. ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ રસ્તાનું નવીનીકરણ ન થતા રસ્તાઓ બિસ્માર હાલતમાં છે અને અહીં વરસાદી પાણી ભરાયા છે. બિસ્માર રસ્તામાં ઠેરઠેર વરસાદી પાણી ભરેલા નજરે ચડે છે.

અહીં સ્થાનિકોને પસાર થવામાં મુશ્કેલી વેઠવી પડે છે અને વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બને છે. કાદવ ફેલાયો છે જેથી વાહન સ્લીપ થાય છે. ગંદકી વચ્ચે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જેથી આ બિસ્માર રસ્તા પર તાકીદે ભરતી નાખી સમતલ કરી સફાઈ કરવામાં આવે અને બાદમાં આ બિસ્માર રસ્તાનું નવીનીકરણ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોએ ઉગ્ર માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...