રઝળતા પશુઓનો ત્રાસ:પોરબંદરના માણેકચોક પાસે આખલાએ પ્રૌઢને ઢીંકે ચઢાવ્યા

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાકમાર્કેટ પાસે આખલાઓ રોજ યુદ્ધે ચડે છે
  • પ્રૌઢને નાક અને મોઢાના ભાગે ઈજા પહોંચી, સારવારમાં ખસેડાયા

માણેકચોક પાસે આખલાએ પ્રૌઢને હડફેટે લેતા પ્રૌઢને નાક અને મોઢાના ભાગે ગંભીર ઈંજા પહોંચી છે. શાકમાર્કેટ પાસે આખલાઓ રોજ યુદ્ધે ચડે છે. પોરબંદરમા દરેક વિસ્તારમાં રઝળતા પશુઓ નજરે ચડે છે. ખોરાક માટે દોડતા હોય છે. રઝળતા પશુઓનો ત્રાસને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

અનેક લોકો આખલાના ત્રાસનો ભોગ બની રહ્યા છે. ત્યારે આખલાના કારણે વધુ એક પ્રૌઢને ઈંજા પહોંચી હોવાનો બનાવ સામે આવ્યો છે. પોરબંદરમા મોચી જ્ઞાતિની વાડી પાછળ રહેતા રોહિતભાઈ એન. ભટ્ટ નામના પ્રૌઢ ગઈકાલે શુક્રવારે શાંજના સમયે માણેકચોક શાકમાર્કેટ નજીકના વિસ્તાર માંથી ચાલીને પસાર થતા હતા તે દરમ્યાન રઝળતા આખલાએ આ પ્રૌઢને પાછળથી હડફેટે લેતા પ્રૌઢ પડી ગયા હતા. પ્રૌઢને ઈંજા પહોંચતા અહીંના સ્થાનિકોએ પ્રૌઢને સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.

આ પ્રૌઢને આખલાએ પાછળથી હડફેટે લેતા પ્રૌઢના નાક, મોઢા અને આંખના ભાગે ગંભીર ઈંજા પહોંચી છે. વેપારીઓએ જણાવ્યું હતુંકે, શાકમાર્કેટ નજીક રોજ આખલાઓ ખોરાક માટે અને ગાય પાછળ દોડાદોડી કરે છે અને આખલાઓ યુદ્ધે ચડે છે. 2 દિવસ પૂર્વે જ આખલાનો દોડાદોડી કરતા એક બાઇકને મોટું નુકસાન થયું હતું અને આખલાની દોડાદોડીમાં અફડાતફડી મચી જાય છે. વેપારીઓ ને પણ હાલાકી વેઠવી પડે છે. શાકભાજી તેમજ ફ્રૂટના લારી ધારકોને પણ આખલાના કારણે મુશ્કેલી વેઠવી પડે છે અને ગમે ત્યારે આખલાઓ યુદ્ધે ચડી દોડાદોડી કરતા હોય જેથી ભયનો માહોલ વચ્ચે વેપાર કરી રહ્યા છે.

અનેક રઝળતા પશુઓનો દરરોજનો ત્રાસ
માણેકચોક શાકમાર્કેટ નજીક અનેક લારી અને દુકાનો આવેલ છે, શાંજના સમયે અનેક રઝળતા પશુઓ આવી જાય છે અને યુદ્ધે ચડે છે. જો કોઈ હડફેટે ચડે તો ઈંજા પહોંચે છે. રઝળતા પશુઓને પકડવા પાલિકા તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવે તેવી વેપારીઓએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...