મુલાકાત:પોરબંદર દુલીપ સ્કુલનું બિલ્ડીંગ જર્જરિત બન્યું, કલેક્ટરે મુલાકાત લીધી

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રિકેટની તાલીમ મેળવતા ખેલાડીઓ સાથે મુલાકાત
  • રીનોવેશન માટે એસ્ટીમેન્ટ તૈયાર કરવા સુચના આપી

પોરબંદર દુલીપ સ્કૂલનું બિલ્ડીંગ જર્જરિત બની જતા કલેકટર મુલાકાત લીધી અને તેને રીનોવેશન કરવા માટે તૈયારી દર્શાવી હતી અને ક્રિકેટની તાલીમ મેળવતા ખેલાડીઓ સાથે કલેક્ટરે મુલાકાત કરી હતી. અને બિલ્ડિંગના રીનોવેશન માટે એસ્ટીમેન્ટ તૈયાર કરવા સુચના આપી હતી. પોરબંદરના રાજવીઓએ યુવા ક્રિકેટરોને પ્લેટફોર્મ મળી રહે તે માટે દિલીપ સ્કૂલ અને દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડની ભેટ આપી છે.

કોરોના કાળમાં દિલીપ સ્કૂલ બંધ કરી દેવામાં આવી હતી અને તેનું બિલ્ડીંગ પણ જર્જરીત બની ગયું હતું. ત્યારે પોરબંદર જિલ્લાના કલેકટર અશોક શર્માએ દિલીપ સ્કૂલના રીનોવેશન માટેના પ્રયાસો હાથ ધર્યા છે. અખાત્રીજના દિવસે કલેકટર અશોક શર્મા અને જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીએ દિલીપ સ્કૂલની મુલાકાત લીધી હતી.

પોરબંદર ડિસ્ટ્રીક રૂલર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારી મનીષ જીલણીયા સહિતના આગેવાનોને સાથે રાખીને સ્કૂલના બિલ્ડીંગ સહિતના સ્થળોની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. બાદમાં માર્ગ-મકાન વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવી દિલીપ સ્કૂલ ઓફિસ સહિતના બિલ્ડિંગના રીનોવેશન માટે એસ્ટીમેટ તૈયાર કરવા સૂચના આપી હતી.

આ મુલાકાત દરમિયાન તેઓએ બાળકો સાથે સંવાદ કર્યો હતો અને તેમને જણાવ્યું હતું કે ક્રિકેટને પૈસા માટે નહીં પરંતુ આનંદ માટે ક્રિકેટ રમજો તથા રમત ગમત ઉપરાંત જીવનમાં સફળતા મેળવવા માટે ખેલદિલી જરૂરી છે અને ભાવના વિકસાવવા પણ ખેલાડીઓને આહ્વાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...