આક્ષેપ:પોરબંદરના ઇશ્વરિયા ગામે આઠ માસ પહેલા બનાવાયેલ પુલ્યું જર્જરીત

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના ઇશ્વરિયા ગામે આઠ માસ પહેલા બનાવાયેલ પુલ્યુ જર્જરીત બન્યું હોવાથી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે કૌભાંડ આચરી હોવાનો આક્ષેપ કર્યો છે. પોરબંદર જીલ્લાના બરડા પંથકમાં આવેલ ઈશ્વરયા ગામ ખાતે આઠ મહિના પહેલાં પોલિયુ બનાવવામાં આવ્યું હતું, આઠ માસ પહેલા બનાવવામાં આવેલ પુલીયાની દયનીય સ્થિતિ બની ગઈ છે. ઈશ્વરયા ગામના સરપંચ દ્વારા પુલિયુ બનાવવામાં આવ્યું હોવા અંગે જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરાને જાણ કરી છે.

જેથી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરાની ટીમ સ્થળ પર પહોંચી હતી, અને આઠ માસ પહેલા બનાવવામાં આવે પુલિયાનું નિરીક્ષણ કર્યું હતું. મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાના કારણે પુલિયાનું નિકંદન નીકળી ગયું હોવાનું નાથાભાઈ ઓડેદરાએ જણાવ્યું છે. અને તેઓએ જવાબદાર તંત્રને રજૂઆત કરી પુલ્યું બનાવવામાં આવ્યું હોય જેમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...