તપાસ:કોલીખડા સુકાળા તળાવમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણીમાં ડૂબવાથી પરપ્રાંતીય યુવાનનું મોત થયાની ફરિયાદ

પોરબંદરના કોલીખડા ગામ નજીક આવેલ સુકાળા તળાવમાં એક યુવાનનો મૃતદેહ જોવા મળ્યો હતો જેથી સ્થાનિકોએ આ અંગે ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતા ટીમના રાજીવ ગોહેલ, ગાંગાભાઈ અરજણ, નિમેષ ગોહેલ, પારસ ચૌધરી, સરમણ દેવા સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃત્યુ પામનાર મૂળ મધ્યપ્રદેશનો અને હાલ કોલીખડા ગામે માલદેભાઈની વાડીએ મજૂરીકામ કરતો રમેશ પુનમચંદ ચૌહાણ નામનો 35 વર્ષીય યુવાન હોવાનું જાણવા મળ્યું હતું.

આ પરપ્રાંતીય યુવાન અહીં મજૂરીકામ કરવા આવેલ હતો અને પાણીમાં ડૂબી જતાં આ યુવાનનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તબક્કે જણાતા પોલીસે આ અંગે નોંધ કરી છે. ઉલ્લેખનીય છેકે, આ યુવાનના માથાના ભાગેથી લોહી નીકળતું હતું. મૃતદેહના પીએમ માટે ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. રિપોર્ટ બાદ સાચી હકીકત જાણવા મળશે તેવું પોલીસે જણાવ્યું છે. આ બનાવને પગલે યુવાનના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...