તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કોલીખડામાં તળાવમાં ડૂબી ગયેલ કિશોરનો મૃતદેહ મળ્યો

પોરબંદર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તળાવમાં ન્હાવા પડ્યો હતો ને ઘટના બની

પોરબંદર તાલુકાના કોલીખડા ગામે રહેતા 4 જેટલા મિત્રો સુકાળા તળાવમાં ન્હાવા પડ્યા હતા જેમાંથી એક કિશોર પાણીમાં ગરકાવ થયો હતો અને ફાયર બ્રિગેડની ટિમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવતા તેનો મૃતદેહ મળી આવતા નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કોલીખડા ગામે રહેતો કરણ હેમંતભાઈ શીંગરખીયા નામનો 17 વર્ષીય કિશોર સહિત 4 મિત્રો કોલીખડા ના સુકાળા તળાવમાં ન્હાવા પડ્યા હતા જેમાંથી 3 મિત્રો તળાવ માંથી બહાર નીકળી ગયા હતા જ્યારે કરણ નામનો કીશોર પાણીમાં ગરકાવ થયો હતો અને ડૂબી જતાં આ અંગેની જાણ પોરબંદર ફાયર બ્રિગેડ ટીમને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટિમ સ્થળ પર પહોંચી હતી અને ટિમ દ્વારા આ કિશોરની શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમ્યાન આ કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવને પગલે તેમના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...