પોરબંદર શહેરના આર્ય કન્યા ગુરુકુળ નજીકના ગ્રાઉન્ડમાંથી એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો છે જેની ઓળખ મેળવવા પોલીસે પ્રયત્નો હાથ ધર્યા છે. જયુબેલી વિસ્તારમાં આવેલા આર્યકન્યા ગુરૂકુળ નજીકના ગ્રાઉન્ડમાંથી શનિવારે સાંજના સમયે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ નજરે પડ્યો હતો. આ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં ઉદ્યોગનગર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.
આ મૃતદેહ ઝાડીઝખરામાં પડયો હોવાથી ફાયરબ્રિગેડની મદદ માંગવામાં આવી હતી અને ફાયરબ્રિગેડના જવાનોએ બાવળની ઝાડીમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ મૃતદેહ કોહવાયેલી હાલતમાં હોવાથી ઓળખ કરવી મુશ્કેલ બની હતી અને મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે મૃત વ્યક્તિની ઓળખ મેળવવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.