તપાસ:ખાડીમાંથી નવજાત બાળકીનો બાચકા માંથી મૃતદેહ મળ્યો

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરના ઘાસના ગોડાઉન પાછળનો બનાવ
  • બાળકીને ત્યજી દેવા બદલ અજાણી માતા સામે ગુન્હો દાખલ

પોરબંદરના ઘાસ ગોડાઉન પાછળની ખાડી માંથી નવજાત બાળકીનો મૃતદેહ બાચકા માંથી મળી આવ્યો છે. બાળકીને ત્યજી દેવા બદલ અજાણી માતા સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.તાજેતર માજ પોરબંદરના કર્લીના પુલ ની ખાડી માંથી એક નવજાત શિશુ મળી આવ્યું હતું આ બનાવ બાદ રવિવારે પોરબંદરના ઘાસ ગોડાઉન પાછળ આવેલ ખાડી માંથી નવજાત બાળકીનો મૃતદેહ એક બાચકા માંથી મળી આવ્યો છે.

ખાડીમા માછીમારી કરવા ગયેલ એક વ્યક્તિને આ નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જેથી ઉદ્યોગનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃત નવજાત બાળકીનો કબ્જો લઈ ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતુંકે, આ બનાવમાં બાળકીને ત્યજી દેવામાં આવી છે જેથી અજાણી માતા સામે ગુન્હો દાખલ કરવામાં આવશે. પોલીસની ટીમ આ બનાવનો ભેદ ઉકેલવા તપાસ કરી રહી છે. જે કોઈએ આ બાળકીને ત્યજી છે તેની સામે ગુન્હો દાખલ થશે.

અન્ય સમાચારો પણ છે...