રજુઆત:મહિયારી ગામની બોબળી નદીના કારણે ખેતરોનું ધોવાણ થાય છે

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્ષાર અંકુશ વિભાગને રજુઆત

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના મહિયારી ગામની બોબળી નદીના કારણે આ વિસ્તારના ખેતરોનું ધોવાણ થતું હોવાથી કોંગ્રેસે ક્ષાર અંકુશ વિભાગને રજુઆત કરી છે.

કુતિયાણા તાલુકાના મહિયારી ગામે આવેલ બોબળી નદીનો પારો તૂટી જતા ચોમાસા દરમિયાન આ નદીનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળે છે અને ખેતરોનું ધોવાણ થઇ જાય છે. મહિયારી ગામના ખેડૂત મશરી માલદે પરમાર તથા મેરામણ કરશન પરમાર નામના ખેડૂતોની આશરે 14 વિઘા જેટલી જમીનનું દર વર્ષે ધોવાણ થઇ જાય છે અને આ ખેડૂતોને નુકશાની વેઠવી પડી રહી છે.

આ અંગે કોંગ્રેસના આગેવાનોને જાણ કરાતા કોંગ્રેસ દ્વારા ક્ષાર અંકુશ વિભાગને રજુઆત કરી છે અને આ અંગે યોગ્ય કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની તૈયારી પણ બતાવી છે. આ બાબતે ક્ષાર અંકુશ વિભાગના અધિકારી જયેશ કારાવદરાએ જણાવ્યું છે ક્ષાર અંકુશ વિભાગ દ્વારા આ સ્થળની મુલાકાત લઇને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...