તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેરોજગારી:12 દિવસ માં માછીમારી કરીને આવતી બોટને હાલ 22 દિવસ સુધી માછીમારી કરવા છતાં ખર્ચ પરવડતો નથી

પોરબંદર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખર્ચા ન નીકળતા હોવાથી 3000 જેટલી બોટમાંથી માત્ર 1200 જેટલી બોટ માછીમારી કરે છે

પોરબંદરના બોટ માલિકો માછીમારીની સીઝનની શરૂઆત થઇ હતી તે સમય દરમિયાન 12 દિવસમાં માછીમારી કરીને પરત આવી જતા હતા. પરંતુ હાલ 22 દિવસ સુધી માછીમારી કરવા છતાં ખર્ચા પણ નીકળતા નથી. ખર્ચા ન પરવળતા હોવાથી 3000 બોટમાંથી માત્ર 1200 જેટલી બોટ માછીમારી કરે છે.પોરબંદર જિલ્લામાં સૌથી મોટો માછીમારીનો ઉદ્યોગ છે. અને માછીમારીના ઉદ્યોગ સાથે અનેક લોકો સંકળાયેલા છે. આ ઉદ્યોગથી અસંખ્ય પરિવારોને રોજગારી મળી રહી છે. પરંતુ છેલ્લા ઘણા લાંબા સમયથી માછીમારીનો ઉદ્યોગ મરણ પથારીએ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

આ અંગે ખારવા જ્ઞાતિના અગ્રણી અશોકભાઈ ગોહિલ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે માછીમારીની સીઝન ઓગસ્ટ માસમાં શરૂઆત થઈ હતી. ત્યારે 3000 જેટલી બોટ માછીમારી કરવા માટે રવાના થઈ હતી. સમુદ્રમાં માછીમારી કરવા માટે ત્રણ હજાર જેટલી બોટ જતી હતી અને 12 દિવસના સમયગાળામાં જ માછીમારી કરી સમુદ્ર માંથી પરત આવતી હતી. સમુદ્ર માંથી પરત આવતી બોટમાં ત્રણ લાખથી પણ વધુ રકમની માછલીનો જથ્થો બોટમાં આવતો હતો. અને તેના ઊંચા ભાવ મળતા હતા. પરંતુ હાલ 3000 બોટમાંથી માત્ર 1200 જેટલી બોટ સમુદ્રમાં માછીમારી કરવા માટે જાય છે. અને સમુદ્રમાં માછીમારી કરવા માટે જતી બોટને બાર દિવસ ફિશિંગ કરવાના બદલે બાવીસ-બાવીસ દિવસ સુધી સમુદ્રમાં ફિશિંગ કરતી હોવા છતાં પણ પૂરતા પ્રમાણમાં માછલીના જથ્થાની આવક થતી નથી.

જેના કારણે 1800 જેટલી બોટના માલિકોએ ફિશિંગ કરવાનું બંધ કરી દીધું છે. અને બોટને સમુદ્ર કિનારે લાગણી દીધી છે. પોરબંદરમાં હાલ બોટ માલિકોને પૂરતા પ્રમાણમાં માછલીના જથ્થાની આવક થતી ન હોવાના કારણે ફિશિંગ કરવાના ખર્ચા પણ પરવડતા નથી. જેથી માછીમારોની દયનીય સ્થિતિ નિર્માણ થયું છે. એક બાજુ વાવાઝોડુંના કારણે દરમિયાન ફીસીંગની મનાઈ ફરમાવવામાં આવી હતી. તો કોરોના વાયરસના કપરા કાળમાં વિદેશમાં પણ ઊંચા ભાવે વેચાતી માછલીને સસ્તામાં કોઈ ખરીદવા તૈયાર નથી. હાલ માછીમારોની દયનીય સ્થિતિ નિર્માણ થયું છે.

12 દિવસ ફિશિંગ માટે એક લાખના ડીઝલના બદલે હવે 22 દિવસ નું બે લાખથી વધુનું ડીઝલ જોઈએ
પોરબંદરના બોટ માલિકોને ઓગસ્ટ માસમાં માછીમારીની સિઝનની શરૂઆતના સમયમાં 12 દિવસમાં જ પુષ્કળ પ્રમાણમાં માછલીની આવક થતી હતી. પરંતુ હાલ 22 દિવસ સુધી માછીમારી કરવા છતાં માછલીના પૂરતા જથ્થાની આવક થતી નથી. અને સીઝનના પ્રારંભમાં 12 દિવસમાં એક લાખના ડીઝલની જગ્યાએ હાલ 22 દિવસ માછીમારી કરવી પડતી હોવાથી બે લાખથી પણ વધુ ડીઝલ પાછળનો ખર્ચ આવે છે. - ખારવા સમાજના અગ્રણી- અશોકભાઈ દેવશીભાઈ ગોહેલ

​​​​​​​માછલીનો પૂરતો જથ્થો ન મળતો હોવાથી ઊંડે સુધી સમુદ્રમાં માછીમારી કરવાની નોબત
પોરબંદરના માછીમારો સમુદ્રમાં સતત 22 દિવસ સુધી માછીમારી કરતા હોવા છતાં પૂરતા પ્રમાણમાં માછલીના જથ્થાની આવક થતી નથી અને ઊંડે સુધી દરિયામાં માછીમારી કરવા માટે જવું પડી રહ્યું છે. વારંવાર પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા ભારતીય માછીમારોને બંધક બનાવવામાં આવી રહ્યા છે ત્યારે વધુ માછલીની આવકની લાલચમાં ઊંડે સુધી માછીમારી કરવા માટે જવું પણ જોખમી બની રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...