મુશ્કેલી:કસ્તુરબા ગાંધીના ઘર પાસે બ્લોક બિસ્માર બન્યા, સમારકામની માંગ

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રવાસીઓને હાલાકી, બેંગ્લોરના પ્રવાસી વૃદ્ધા પડી ગયા

મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદર ખાતે અનેક પ્રવાસીઓ કીર્તિમંદિરની મુલાકાતે આવે છે. કોરોના સંક્રમણ ઓછું થતા પ્રવાસીઓની સંખ્યા વધી છે. પ્રવાસીઓ કીર્તિમંદિરની મુલાકાત લીધા બાદ કીર્તિમંદિર પાછળ આવેલ કસ્તુરબાના ઘરની પણ મુલાકાત લેવા આવે છે.

કસ્તુરબા ગાંધી મકાનમા જતા રસ્તે અને મકાન સામે જ બ્લોકો ઉખડી ગયા છે અને કેટલાક બ્લોકો ઉબળખાબળ થયા છે. જેથી રોડ સમાંતર ન રહેતા બિસ્માર બન્યો છે જેના કારણે સ્થાનિકો તથા પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.

તાજેતરમાં કસ્તુરબા ગાંધીના ઘરની મુલાકાત લેવા માટે બેંગ્લોરથી આવેલ એક પરિવારના વૃદ્ધા બિસ્માર બ્લોકના કારણે પડી ગયા હતા. જોકે તેમને સામાન્ય ઈજા પહોંચી હતી. બહારના રાજ્ય માંથી આવતા પ્રવાસીઓ પોરબંદરની સારી છાપ લઈને જાય તે માટે લાગતા વળગતા તંત્ર દ્વારા તાકીદે બિસ્માર બનેલ રોડનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.