તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:ભાજપના નેતાને બે પત્ની, એક કોંગ્રેસ અને બીજી ભાજપમાંથી સામસામે લડે છે

પોરબંદર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોરબંદરમાં રાજકીય માહોલ ગરમાયો

પોરબંદરમાં ભારતીય જનતા પક્ષના જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષની પહેલી પત્ની વોર્ડ નં 3મા ભાજપ માંથી અને બીજી પત્ની કોંગ્રેસ માંથી પાલિકાની ચૂંટણી લડી રહી છે. પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોરબંદર પાલિકાની બેઠકમાં રાજકીય માહોલ ગરમાયો છે.

પોરબંદરના રાજીવનગરમાં રહેતા અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ કેશુભાઈ સીડાની એક પત્ની ભાજપમાં અને બીજી પત્ની કોંગ્રેસ માંથી એકજ વોર્ડ નંબર 3 માંથી ચૂંટણી લડી રહ્યા છે. વોર્ડ નં.3 મા કેશુભાઈ સીડાના એક પત્ની ઉષાબેન સીડાએ ભાજપ માંથી ઉભા રહ્યા છે જ્યારે કેશુભાઈના જ બીજા પત્ની શાંતિબેન પણ વોર્ડ નં.3 માં કોંગ્રેસ માંથી ચૂંટણી લડી રહ્યા છે. આમ એક પતિની બે પત્ની સામસામે ચૂંટણી લડી રહી છે. આ અંગે કેશુભાઈ સીડાએ જણાવ્યું હતું કે ઉષા મારી પત્ની છે અને કાયદેસરની પત્ની છે. શાંતિ પણ મારી બીજી પત્ની છે અને એક ગલી મુકતા જ રહે છે.

કોંગ્રેસ માંથી ફોર્મ ભર્યું એટલે મેં શાંતિને ઠબકો આપ્યો છે. મારી સાથે રહેવું હોય તો કોંગ્રેસનો પ્રચાર નહિ કરાઈ તેવું કહ્યું હતું. ઉષા ભાજપ માંથી અગાવ પણ ચૂંટણી લડીને જીતી છે. અને સરપંચ પણ રહી ચૂક્યા છે.જ્યારે કેશુભાઈના બીજા પત્ની શાંતિબેને એવું જણાવ્યું હતું કે કેશુ અને મારે 20 વર્ષથી સબંધ છે. કેશુ મારો ઘરવાળો છે અને બે સંતાન છે. મારે પણ આ વખતે ચૂંટણી લડવી હતી અને હું મારા ઘરાળા કેશુને જઈને વાત કરી હતી પરંતુ મને ચૂંટણી લડવા માટે પ્રોત્સાહન ન મળ્યું જ્યારે કોંગ્રેસના લોકો મારી પાસે આવતા મેં વાત સ્વીકારી મારા પિતાનું નામ પાછળ રાખી ફોર્મ ભર્યું છે. એમાં શું ખોટું કર્યું છે. ગઈકાલે રાત્રે બારીનો કાચ તોડી નાખતા મેં પોલીસ બોલાવી હતી. આમ બન્ને પત્ની સામસામા પક્ષે ચૂંટણી લડતા વોર્ડ નં.3મા ચૂંટણી માહોલ ગરમાયો છે. જોકે કેશુભાઈએ જણાવ્યું હતું કે હું મરીશ ત્યાં સુધી ભાજપમાં જ રહીશ. પોરબંદરમાં ચૂંટણીને લઇ રાજકીય માહોઇ ગરમાયો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો