આયોજન:ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ એવોર્ડ એનાયત કરાયા

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંદિપની વિદ્યાનિકેતન, રમેશભાઈ ઓઝા દ્વારા શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનારને એવોર્ડ અપાયા, શિક્ષણમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતી

ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી સાંદીપની વિદ્યાનિકેતન દ્વારા વર્ષ 2014 થી ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષણ ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારા વિશિષ્ટ સારસ્વતોનું મુખ્ય ત્રણ એવોર્ડ દ્વારા અને એ સાથે જેઓ પ્રાથમિક-માધ્યમિક શાળામાં શિક્ષણમાં નવાચારથી કાર્ય કરે છે એવા ગુજરાતના દરેક જીલ્લામાંથી એક શિક્ષકનું ગુરુ ગૌરવ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવે છે. જેમાં, લાઈફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ, શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ અને ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડ આપવામાં આવે છે.

ત્યારે મહાનુભાવોનું ચેતનભાઈ ત્રિવેદી, કુલપતિ નરસિંહ મહેતા યુનિવર્સીટી જુનાગઢ અને મહાનુભાવો દ્વારા મુખ્ય ત્રણ એવોર્ડનું ગૌરવ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં લાઈફ ટાઈમ એચીવમેન્ટ ગૌરવ એવોર્ડ દ્વારા પોરબંદરમાં શિક્ષણની જ્યોત જલાવનાર જ્યોતિબેન થાનકીનું ભાવપૂજન કરવામાં આવ્યું હતું. એ સાથે વલસાડ જીલ્લાના, ધરમપુર તાલુકામાં આવેલી આશ્રમશાળા- ખડકીના સુજાતાબેન શાહનું શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવ્યું હતું અને ભાવનગર જીલ્લામાં ઘોઘા તાલુકામાં આવેલી દંગાપરા પ્રાથમિક શાળાનું વિદ્યામંદિર ગૌરવ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવ્યું હતું.

આ ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહમા ગુજરાતના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી વર્ચ્યુલી ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્ય ત્રણ એવોર્ડથી સન્માનિત મહાનુભાવોને અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્ય ત્રણ એવોર્ડ અર્પણ કર્યા બાદ કોરોના સમયમાં જેઓએ પ્રાથમિક-માધ્યમિક શાળાના બાળકોના શિક્ષણ માટે વિશિષ્ટ કાર્ય કર્યું હોય એવા દરેક જીલ્લામાંથી એવોર્ડ ચયન સમિતિ દ્વારા એક શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરવામાં આવી હતી એવા 31 શિક્ષકોનું પણ ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ રમેશભાઈ ઓઝા અને મહાનુભાવો દ્વારા શિલ્ડ, પ્રમાણપત્ર અર્પણ કરીને ભાવપૂજન કરવામાં આવ્યું હતું.

આ અવસરે ગુરુ ગૌરવ એવોર્ડ ચયન સમિતિના સભ્યો શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડ, પૂર્વ નિયામક ટી.એસ.જોષી, સાબરમતી આશ્રમના ડાયરેક્ટર અતુલભાઈ પંડ્યા, શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ પ્રાપ્ત રાજપુરથી પાર્થેશભાઈ પંડ્યા અને નવા નદીસર પ્રાથમિક શાળાના આચાર્ય રાકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એ સાથે સાંદીપનિ વિદ્યાનિકેતન પરિવારના સૌ ટ્રસ્ટીઓ અને ગુરુપૂર્ણિમાના અવસરે આવેલા સૌ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

જીવનનો બોધ આપનાર 6 ગુરુઓ છે
રમેશભાઈ ઓઝાએ પોતાના મનોભાવ વ્યક્ત કરતા એવોર્ડ પ્રાપ્ત કરનારના કાર્યોની પ્રશંશા કરી હતી. શિક્ષકોને પણ અભિનંદન આપ્યા હતા અને કહ્યું કે, ગુરુ એવા હોય જે પ્રેરણા આપે છે, શિક્ષા આપનાર અને જીવનનો બોધ આપનાર 6 ગુરુઓ છે.

અન્ય સમાચારો પણ છે...