આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી:કોરોનામાં કામ કરનાર આશા વર્કર બહેનોને હજુ વળતર મળ્યું નથી !!

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રીજી લહેર આવશે તો આ બહેનો કામ નહીં કરે તો સ્થિતી ગંભીર બનશે

દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન અનેક લોકોના જીવ ગયા છે અને લાખો લોકો આ બિમારીમાં સપડાઇ ગયા હતા. આમાંથી પોરબંદર જીલ્લો પણ બાકાત ન હતો. પોરબંદર જીલ્લામાં કોરોના વોરીયર્સે જીવના જોખમે કામ કરીને લોકોના જીવ બચાવ્યા હતા. પરંતુ આરોગ્ય તંત્રની ઘોર બેદરકારીને કારણે આશા વર્કર બહેનોને આ વધારાની કામગીરીનું વળતર હજુ પણ ચૂકવાયું નથી ત્યારે જો હવે ત્રીજી લહેર આવે અને આ બહેનો કામ નહીં કરે તો સ્થિતિ વધુ ગંભીર બની જવાની શકયતા નકારી શકાતી નથી. સમગ્ર વિશ્વમાં બીજી લહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો.

ત્યારે લોકો ઘરની બહાર પણ નીકળતા ડરતા હતા ત્યારે આશા વર્કર બહેનોએ અતિ પ્રશંસનીય કામગીરી કરી હતી. તેઓને લોકોના ઘરે ઘરે જઇને સર્વે કરવાનું, લોકોને નિયમિત દવાઓ પહોંચાડવાનું, લોકોના કોરોના ટેસ્ટ કરવા જેવી અતિ ઉત્તમ કામગીરીઓ કરી હતી. પરંતુ આરોગ્ય વિભાગના ઘોર બેદરકારીને કારણે આશા વર્કર બહેનોને આ અમૂલ્ય સેવા બદલ હજુ સુધી વળતર ચૂકવવામાં આવ્યું નથી. પોરબંદર જીલ્લામાં 381 જેટલા આશા વર્કર બહેનો સેવા આપી રહ્યા છે.

ગુજરાતમાં અને પોરબંદરમાં દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસો નોંધાઇ રહ્યા છે ત્યારે ત્રીજી લહેરનો ભય પણ સેવાઇ રહ્યો છે ત્યારે જો આશા વર્કર બહેનો કામ કરવાનો ઇન્કાર કરશે તો આરોગ્ય વિભાગના ઘોર બેદરકારીને કારણે લોકો ગંભીર પરિસ્થિતમાં મુકાઇ જશે તેવો ભય સેવાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...