તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો:પકડાયેલા શખ્સે લીમડાચોક માર્કેટ પાસે નજર ચૂકવી મોબાઈલ ચોરી કર્યાની કબુલાત આપી

પોરબંદર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે આરોપીને ઝડપી લીધો

પોરબંદરના લીમડાચોક શાકમાર્કેટ પાસેથી એક શખ્સે યુવાનની નજર ચૂકવી ખિસ્સામાંથી મોબાઈલ ચોરી કર્યા અંગેની ફરિયાદને પગલે પોલીસે આરોપીને ઝડપી લઈ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલ્યો છે.કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા પીઆઇ એચ. એલ.આહિરના માર્ગદર્શન હેઠળ કીર્તિમંદિર પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ આગામી નગરપાલીકા ચુંટણી અનુંસંધાને ચેકીંગમાં હતા તે દરમ્યાન શીતલા ચોક વેરાવળીમાતાના મંદિર પાસે એક શખ્સ શંકાસ્પદ જણાતા તેને રોકી ચેક કરતા ઠકકરપ્લોટ શાહ મુરાદશાહ પીરનો તાકીયામાં રહેતો અશગર ઉર્ફે કાલો ઉમરભાઇ શેતા પાસેથી એક મોબાઇલ ફોન મળી આવેલ.

જે મોબાઇલ અંગે ખરાઈ કરતા પોતા પાસે બીલ નહિ હોવાનું જણાવેલ અને સંતોષકારક જવાબ આપતો ન હોય જે મોબાઈલની ખરાઇ કરતા આ મોબાઇલ ફોન કીર્તિમંદિર મથકે નોંધાયેલ ગુન્હા મુજબના કામે ચોરીમાં ગયેલ મોબાઇલ હોવાનું જણાઇ આવતા આગવી ઢબે પુછપરછ કરતા આ મોબાઇલ પોતે લીમડાચોક શાકમાર્કેટ સામે રોડ ઉપરથી ફરીયાદીની નજર ચુકવી ફરીયાદીના ખીસ્સામાંથી કાઢી લઇ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા આરોપીને મુદ્દામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી કરી છે. પોકેટ કોપ-ગુજકોપ મુજબ આરોપી અજાગર ઉર્ફે કાલો વિરુદ્ધ કમલાબાગ પોલીસ મથકે 2, કીર્તિમંદિર પોલીસ મથકે 2, હર્બર પોલીસ મથકે 1 અને દેવભૂમિ દ્વારકા પોલીસ મથકે ગુન્હા નોંધાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો