કાર્યવાહી:પ્રવાસી શિક્ષકની હરકત બદલ નિમણુંક રદ કરાઈ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તણૂક સામે આવતા કાર્યવાહી થઈ

પોરબંદરની એમ.કે.ગાંધી સ્કૂલમાં પ્રવાસી શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીઓ સામે ગેર વર્તણુક સામે આવતા આચાર્ય દ્વારા કડક કાર્યવાહી કરી આ શિક્ષકની નિમણુંક રદ કરવામાં આવી છે. એમ.કે. ગાંધી અંગ્રેજી મીડીયમ સ્કૂલ ખાતે ધોરણ 7મા અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના વાલીઓ દોડી આવ્યા હતા અને આચાર્ય સમક્ષ ફરિયાદ કરી હતીકે, ધોરણ 7મા અભ્યાસ કરાવતો પ્રેમ સુબોધ વાકાણી નામના શિક્ષક વિદ્યાર્થીનીઓના ગાલ ખેંચી, નામ બદલાવી, વાળની ચોટી ખેંચી ગેર વર્તણુક કરે છે જેથી સ્કૂલના આચાર્ય દ્વારા તુરંત પગલાં લેવામાં આવ્યા હતા. શિક્ષકને ઠબકો આપી લેખિતમાં નોટિસ ફટકારી હતી અને SMCમાં ઠરાવ કરી આ પ્રવાસી શિક્ષકની નિમણુંક રદ કરી છે.

આચાર્ય દ્વારા તુરંત કડક પગલાં લેવામાં આવ્યા હતા અને એક જ દિવસમાં કાર્યવાહી થતા વાલીઓએ આચાર્યનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છેકે, આ સરકારી સ્કૂલમાં બહોળી સંખ્યામાં છાત્રોએ એડમિશન લીધું છે. સ્કૂલની કામગીરી સારી છે તેમજ સુવિધામાં વધારો કરાયો છે. આવા એક શિક્ષકના વર્તન સામે આચાર્ય દ્વારા પગલાં લેવામાં આવતા વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...