બેઠક:કોરોનાની ત્રીજી લહેર અટકાવવા કૃષિમંત્રીએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી ચર્ચા કરી

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિવીલ હોસ્પિટલની મુલાકાત લઇ કૃષિ મંત્રીએ વ્યવસ્થા અંગે જાણકારી મેળવી તંત્રને સલાહ સુચન કર્યા

કોવિડ 19અંતર્ગત કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં પોરબંદર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી જેમાં પોરબંદર જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર ન પ્રસરે અને આગમચેતીના ભાગરૂપે જિલ્લા કલેકટર અશોક શર્મા, ઇન્ચાર્જ ડીડીઓ ધાનાણી, આરોગ્ય અધિકારી, આરએમઓ સહિત વહીવટી તંત્રના તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ તકે ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા, કિરીટભાઈ મોઢવાડીયા ઉપસ્થિત રહ્યા હતા.

સિવિલ હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, દવાઓ વેન્ટીલેટરની સુવિધા સહિતના મુદ્દાઓ તેમજ લોકોને જાગૃત કરવા અને કોરોનાને અટકાવવા તેમજ સામનો કરવા તૈયારી અંગે નિર્દેશન આપ્યું હતું. તબીબોની ઘટ હોવાથી આ પ્રશ્ન અંગે સરકારનું ધ્યાન દોરી ઉકેલ આવે તેવા પ્રયાસ કરવાનું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત કૃષિ મંત્રીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને વ્યવસ્થા અંગે જાણકારી મેળવી તંત્રને સલાહ સૂચનો કર્યા હતા.

કમોસમી વરસાદ અંગે નિર્ણય લેવાશે
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, કમોસમી વરસાદના ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી પરંતુ રસ્તામાં પાણી છે અને ખેતરોમાં પાણી છે અંદાજે એક દોઢ ઇંચ વરસાદ હશે. રવીપાકના વાવેતરમાં કેટલું નુકશાન થયું તે અંગે ખેતીવાડી નિષ્ણાતને સૂચના આપી છે. તેઓ રિપોર્ટ કરશે બાદ વળતર અંગે નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...