તપાસ:પોરબંદરમાં પોલીસે ઝાપટ મારી ટોર્ચર કરી હોવાનો આરોપીની પત્નીએ કર્યો આક્ષેપ

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપીની પત્ની હોસ્પિટલમાં દાખલ - Divya Bhaskar
આરોપીની પત્ની હોસ્પિટલમાં દાખલ
  • પોલીસે ઘરમાં જઈ મોબાઈલ ફોન શોધી પાસવર્ડ પૂછી પરેશાન કરી : હોસ્પિટલ ખાતે દાખલ

પોરબંદરમાં પોલીસે ઝાપટ મારી ટોર્ચર કરી હોવાનો આરોપીની પત્નીએ આક્ષેપ કર્યો છે. પોલીસે ઘરમાં જઈ મોબાઈલ ફોન શોધી પાસવર્ડ પૂછી મહિલાને પરેશાન કરી હતી. આ મહિલા હોસ્પિટલ ખાતે દાખલ થઈ છે. પોરબંદરમાં વસુંધરા એપાર્ટમેન્ટ માં રહેતી મીના પ્રફુલ દત્તાણી નામની મહિલાએ સિવિલ હોસ્પિટલ ના બિછાનેથી જણાવ્યું હતુંકે, ગઇકાલે બપોરે 1 વાગ્યાના અરસામાં 5 થી 6 પોલીસ અને સાથે એક મહિલા પોલીસ આ મહિલાના ઘરમાં આવ્યા હતા.

પોલીસ સાદા ડ્રેસમાં આવી હતી અને પ્રફુલ દત્તાણી ક્યા છે તેમ કહી ઘરમાં સામાન વેર વિખેર કરી નાખ્યો હતો અને પ્રફુલને તું જ સપોર્ટ કરે છે તેમ કહી મહિલા પોલીસે આ મહિલાને ગાલે ઝાપટ મારી દીધી હતી. તેમજ ઘરનો સામાન અને પલંગ વેર વિખેર કરતા પલંગ નીચેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેથી આ મોબાઈલના પાસવર્ડ પૂછ્યા હતા. મહિલા મોબાઈલ અને પાસવર્ડ વિશે જાણતી ન હોવાથી ના પાડતા, આ મહિલાને કીર્તિમંદિર પોલીસ મથક હેઠળના હનુમાન ગુફા ચોકીએ લઈ ગયા હતા અને ત્યાં આ મહિલાને ટોર્ચર કરી હોવાના આક્ષેપ આ મહિલાએ કર્યા હતા.

વધુમાં આ મહિલાએ આક્ષેપ કર્યા હતા કે પોલીસે બપોરે 1 વાગ્યા બાદ લઈ ગયા બાદ જમવાનું આપ્યું ન હતું. સવારથી આ મહિલાએ કાઈ ખાધું ન હોવાનું જણાવ્યું હતું તેમજ પ્રફુલ સાથે લગ્ન કેમ કર્યા છે, તેને છૂટાછેડા આપી દે તેવી વાત પોલીસે કરી હતી. આ મહિલાએ સવારથી ખાધું ન હોય અને પોલીસ મથકે ટોર્ચર કરવામાં આવતા તેમજ હનુમાન ગુફા ચોકી બાદ કીર્તિમંદિર પોલીસ મથકે રાત્રે 11 સુધી બેસાડી રાખતા આ મહિલાને ચક્કર અને માથાનો દુખાવો થતાં તેણી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોંચી હતી.

શું કહે છે પીઆઈ ?
આક્ષેપો તદન જુઠ્ઠા છે. કીર્તિમંદિર પોલીસ ત્યાં ગઈ ન હતી. માત્ર મીનાબેનને નિવેદન લેવા કીર્તિમંદિર લાવ્યા હતા. ટોર્ચર અને માર મારવાના આક્ષેપ જુઠ્ઠા છે. - વિજયસિંહ પરમાર, પીઆઈ, કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન

અન્ય સમાચારો પણ છે...