તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:જિલ્લા જેલમાંથી જામીન મુક્ત આરોપીએ મહિલાને ધમકી આપી

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર નજીક આવેલા ફટાણા ગામે મહિલાના મકાનમાં જઈ કેસ પાછો ખેંચવાનું કહી ગાળો કાઢી

જેલ માંથી જામીન મુક્ત આરોપીએ ફટાણા ગામે મહિલાના મકાનમાં જઈ કેસ પાછો ખેંચવાનું કહી ગાળો કાઢી ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાઈ છે. ફટાણા ગામે હાજાણી ફળિયામાં રહેતા ગીતાબેન ઉગાભાઈ ખૂંટી નામની મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આ મહિલાના ભાઈ રામા કેશવના દીકરા રાજાનું ગતવર્ષે ફટાણા વાડી વિસ્તારમાં ખૂન થયું હતું જેમાં ખીમા માલદે ઓડેદરા તથા અન્ય બે આરોપીની પોલીસે ધરપકડ કરી અને આરોપીને જેલ હવાલે કર્યા હતા.

જેમાં ખીમા માલદેને કોર્ટ માંથી જામીન મળ્યા હતા અને અન્ય આરોપી જેલમા હોય જેથી ખીમા માલદે આ મહિલાના મકાનની વંડી ટપી અંદર પ્રવેશ કરી તેના વિરુદ્ધમા થયેલ કેસમા સમાધાન કરવા અને કેસ પાછો ખેંચવા મહિલાને કહ્યું હતું આથી મહિલાએ ના પાડતા શખ્સે મહિલાને ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ખીમા માલદે વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...