ધરપકડ:ત્રણ વર્ષ પહેલા અપહરણ કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

બગવદર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરની સગીરાનું અપહરણ કરનાર શખ્સ ઝડપાયો

ગત જુલાઇ મહિનામાં પોરબંદર એરપોર્ટ સામેથી એક સગીર વયની દિકરીને મધ્યપ્રદેશનો શખ્સ અપહરણ કરીને લઇ ગયેલ હતો. આ આરોપીને પોરબંદર S.O.G. દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. ગત તારીખ 11-7-2018 ના રોજ પોરબંદર એરપોર્ટ સામેથી સગીર દીકરીને આરોપી દિલીપસિંગ રામવરન કુછવાહ રે.ધમસા ગામ, તા.ગોહાદ, જી.ભીડ, મધ્યપ્રદેશનો શખ્સ અપહરણ કરીને લઈ ગયેલ હતો. તે વખતે મધ્યપ્રદેશમાં આરોપીના વતનમાંથી પોલીસ લઇ આવેલ અને આરોપી પોલીસ ધરપકડથી બચવા નાસતો ફરતો હતો.

હાલમાં ગુજરાત રાજ્યમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એક ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય તે બાબત જૂનાગઢ રેન્જ તેમજ પોરબંદર જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી S.O.G.P.I. કે. આઈ. જાડેજા તથા PSI એચ.સી. ગોહિલના માર્ગદર્શન હેઠળ S.O.G. ના સ્ટાફના માણસો આરોપીને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા.

દરમિયાન ગઈકાલે પી.એસ.આઇ એચ.સી.ગોહિલ ને બાતમી રાહે હકીકત મળેલ કે આ કામનો આરોપી હાલ અમદાવાદ ખાતે છે. તપાસમાં આરોપીને શોધી પોરબંદર લાવી પૂછપરછ કરી હતી. આ આરોપીની અટક કરી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે સોંપી આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...