ધરપકડ:ભાણવડ પોલીસના જાપ્તામાંથી નાસી છુટેલ આરોપી પોરબંદરથી ઝડપાયો

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીને આશરો આપનાર 2 શખ્સ સામે ગુન્હો દાખલ કરાયો

ભાણવડ પોલીસ સ્ટાફના જાપ્તામાથી નાસી જનાર આરોપીને પોરબંદર એલસીબીએ રાણાવાવ હનુમાનગઢ પાસેથી ઝડપી લીધો હતો. રાણાવાવ પોલીસ મથકે નોંધાયેલ દારૂના ગુન્હાનો આરોપી બુટલેગર કરશન કાના ઉર્ફે કરડી કોડિયાતરનો દારૂ અંગેનો ભાણવડ પોલીસ મથકે પણ ગુન્હો નોંધાયેલ હોય જેથી આ આરોપીને ભાણવડ પોલીસ તપાસ મામલે લઈ ગયા હતા અને તપાસ બાદ આરોપીને ભાણવડ પોલીસ પોરબંદર મૂળ કસ્ટડીમાં મુકવા આવતા હતા તે દરમ્યાન આ આરોપીએ ભાણવડ પોલીસ જાપ્તા માંથી નાશી છૂટ્યો હતો.

પોરબંદર એલસીબી પીઆઇ એન.એન.રબારી ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.એમ.ગઢવી સ્ટાફ સાથે રાણાવાવ બરડાડુંગર વિસ્તાર પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે આ આરોપીને ગંડીયાવાળાનેશ બધા કાનાની વાડીએથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પોલીસ મથકે સોપી આપ્યો છે. તેમજ આ કામના આરોપીને આશરો આપી રહેવા જમવા અને પૈસાની સગવડતા કરી આપનાર ગંડીયાવાળાનેશનો કાના ઉર્ફે કાયડી નાથા કોડિયાતર અને બધા રામા કોડિયાતર સામે પોલીસે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...