પોરબંદરના એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપી ભરત રામજી બાપોદરાને દુષ્કર્મ અને પોક્સોના ગુનામાં કસુરવાન ઠરાવી કોર્ટે આરોપીને 20 વર્ષની સજા તથા દંડ ફટકારવામાં આવેલ છે.
ભરત રામજી બાપોદરા નામનો શખ્સ એક એપાર્ટમેન્ટમાં આરોપી પગી તરીકે નોકરી કરતો હતો. આ શખ્સ ગઈ તારીખ 16 માર્ચ 2018ના રોજ ફરીયાદીની 7 વર્ષની દીકરીને તે એપાર્ટમેન્ટના પ્રથમ માળે લઈ જઈ સગીર દીકરી ઉપર જાતીય હુમલો કરી ગુપ્ત ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. જે અંગે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થતાં પોલીસ દ્વારા તપાસ પુર્ણ કરી ચાર્જશીટ કરી હતી.
આ કેસ પોરબંદરની એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીક્યુટર સુધિરસિંહ જેઠવા દ્વારા 21 જેટલા મૌખિક તથા 27 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ તેમજ બન્ને પક્ષોની દલીલો સાંભળી પોરબંદરના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એમ.કે.ભટ્ટ દ્વારા આરોપી ભરત રામજી બાપોદરાને પોકસો એકટની કલમ મુજબના ગુન્હામાં કસુરવાન ઠરાવી 20 વર્ષની સજા તથા દંડ ફટકારવામાં આવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.