તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:વિસાવાડામાં 8 વર્ષ પહેલા થયેલ હત્યા કેસમાં આરોપીને 10 વર્ષની સજા થઇ

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુત્રી સાથે સબંધ હોવાની શંકાએ પિતાએ જીવલેણ હુમલો કર્યો હતો

વિસાવાડા ગામે 8 વર્ષ પહેલા થયેલ હત્યા કેસમાં આરોપીને 10 વર્ષની સજા કોર્ટે ફટકારી હતી. વિસાવાડા ગામે મોહન પીઠાજી મકવાણાની દીકરી શ્રધ્ધા સાથે સબંધ હોવાની શંકા રાખી તા. 3/4/ 2013 ના રોજ શાંજે વિસાવાડા ગામે દીનેશ છગનભાઈ શીંગરખીયાના રહેણાંક મકાને જઈ ઘરની ખુલ્લી ડેલીમા પ્રવેશ કરી મોહનજી પીઠાજી મકવાણાએ કુહાડાથી તથા કમલેશ હરીભાઈ મકવાણાએ લોખંડના પાઈપ વડે તથા ધર્મેન્દ્ર ઉર્ફે લાલો મોહન મકવાણાએ હોકી તેમજ વાલીબેન મોહન મકવાણાએ લાકડી જેવા જીવેલણ હથિયારોથી દીનેશ છગનભાઈ શીંગરખીયા તથા છગન પરબતભાઈ શીંગરખીયા પર હુમલો કરી મારામારી કરી ગંભીર ઈજાઓ કરી છગન પરબતભાઈ શીંગરખીયાનું મોત નિપજાવવાનો ગુન્હો કરેલ હતો.

ફરીયાદી દ્વારા મીયાણી મરીન પો.સ્ટે. માં ફરીયાદ દાખલ થઈ હતી. બાદ આ કેસ પોરબંદરની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપી કમલેશ, ધર્મેશ અને વાલીબેનને ગુન્હાના આરોપી સબબ શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે.આ કામમાં પબ્લિક પ્રોસીકયુટર સુધીરસિંહ બી. જેઠવા દ્વારા જુદાં-જુદાં 34 જેટલા સાક્ષીઓને તપાસવામાં આવેલ તથા જુદાં-જુદાં દસ્તાવેજી પુરાવાઓ તેમજ દલીલોને ધ્યાને લઈને પોરબંદરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ દ્વારા આરોપી મોહનજી પીઠાજી મકવાણા ને 10 વર્ષની કેદની સજા તથા રૂ. 5,000નો દંડ ફટકારેલ છે. જ્યારે અન્ય આરોપીઓ ને આ ગુન્હા સબબ કસુરવાન ઠરાવી એક-એક વર્ષની કેદની સજા તથા દરેકને રૂ.500 દંડની સજા ફરમાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...