સહાય:કોરોનામાં મૃત્યુ પામેલાની સહાય માટે AAP ફોર્મ ભરી આપશે

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારજનોને 50 હજાર સહાય આપવામાં આવી રહી છે
  • સત્કાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી વિનામૂલ્યે કામગીરી કરી અપાશે

પોરબંદર જિલ્લામાં કોરોના ના કારણે જે લોકોનું નિધન થયું છે તેમના પરિવારજનોને સરકાર દ્વારા આપવામાં આવતી અડધા લાખની સહાય માટે આમ આદમી પાર્ટી દ્વારા વિનામૂલ્યે ફ્રોમ ભરી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લામાં આમ આદમી પાર્ટી અને સત્કાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી કોરોનાના કારણે મૃત્યુ પામેલના વારસદારોને સહાય માટે અરજી કરવામાં મદદરૂપ બનવાનું આયોજન થયું છે. મૃતકોના પરિવારજનોને 50000 રૂપિયાની સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે, ત્યારે આ સહાય માટે મૃતકના પરિવારજનો અરજી કરી રહ્યા છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પચાસ હજાર રૂપિયાની સહાય ચુકવવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓએ આધાર કાર્ડ, મૃતકનું આધાર કાર્ડ, અરજદારની બેંકની પાસબુક, અરજદારનું રેશનકાર્ડ, અરજદારનું સોગંદનામું, મૃતકનું ડેથ સર્ટિફિકેટ અને એન્ટીજન ટેસ્ટ અથવા કોરોનામાં સારવારના કાગળો, કોરોનાના ટેસ્ટના કાગળો સાથે લઈને કમલા બાગ ખાતે આવેલ આમ આદમી પાર્ટીના કાર્યાલયએ ફોર્મ ભરી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનામાં મૃત્યુ પામેલના પરિવારજનોને સહાય માટે મદદરૂપ બનવાનું આયોજન થયું છે.

અન્ય સમાચારો પણ છે...