ઉજવણી:બાલુબા કન્યા વિદ્યાલયનો 85મો સ્થાપના દિવસ ઉજવાયો

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીનીઓને ચોકલેટ આપી, બર્થડે સોંગ ગાઈ ઉજવણી કરી

પોરબંદરની બાલુબા કન્યા વિદ્યાલયનો 85મો સ્થાપના દિન નિમિત્તે આચાર્ય અને શિક્ષકોએ વિદ્યાર્થીનીઓને ચોકલેટ વિતરણ કરી બર્થડે સોંગ ગાઈને આ દિવસની ઉજવણી કરી હતી.પોરબંદરમાં મહારાણી બાલુબા કન્યા વિદ્યાલયની તા. 14 ઓગસ્ટ 1936ના દિવસે સ્થાપના થઇ હતી. આ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ વિદ્યાલયના આચાર્ય અરુણાબેન મારું તથા શિક્ષકોએ વિદ્યાર્થીનીઓને ચોકલેટ આપી, બર્થડે સોંગ ગાઈને ઉજવણી કરી હતી. તેમજ વિદ્યાર્થીનીઓને બાલુબા કન્યા વિદ્યાલયના સ્થાપના દિવસ થી અત્યાર સુધીની માહિતી આપી હતી.

આચાર્યએ જણાવ્યું હતું કે આ વિદ્યાલય ભવ્ય ભૂતકાળ ધરાવે છે. અહીંથી અસંખ્ય વિદ્યાર્થીનીએ અભ્યાસ કરી સારી પોસ્ટ પર સ્થાન મેળવ્યું છે. આ વિદ્યાલય બિલ્ડીંગને 100 વર્ષ થતા જર્જરિત થતા હાલ વિજ્ઞાન ભવન ખાતે 1400 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. બાલુબા કન્યા વિદ્યાલયના સ્થાપના દિવસે આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીનીઓએ 85મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...