ધાર્મિક:85 વર્ષિય મહંતે લોકડાઉનમાં બે ધાર્મિક પુસ્તક લખ્યાં,વિમોચન થયું

પોરબંદર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આધ્યાત્મિક માર્ગદર્શન,ભક્તિ-માળા નામના બે પુસ્તક લખ્યાં

પોરબંદરમાં શિવરાત્રીના શુભ અવસરે શિવ કથાકારના હસ્તે બે ધાર્મિક પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યુ હતુ, છાંયાના રામદેવપીરના દુવારાના મહંતે લોકડાઉનના કપરા સમયનો સદઉપયોગ કરીને આ બન્ને ધાર્મિક પુસ્તકોનું સર્જન કર્યુ છે.

પોરબંદરના છાંયામાં રહેતા રામદેવપીરના દુવારા અને રામદેવેશ્વર મહાદેવના મહંત આનંદગીરી ગોસ્વામી નામના ૮૫ વર્ષીય મહંતે કોરોના મહામારીકાળમાં અપાયેલા લોકડાઉનના સમયનો સદઉપયોગ કરીને સમાજને ઉપયોગી બની શકે તેવા બે ધાર્મિક પુસ્તકો લખ્યા છે. જેમાં એક ‘આધ્યાત્મિક માર્ગદર્શન’ અને બીજું ‘ભક્તિ-માળા’ નામના બે ધાર્મિક પુસ્તકોનું સર્જન કર્યુ છે. સમાજ ઉપયોગી આ બન્ને ધાર્મિક પુસ્તકોનું વિમોચન શિવરાત્રીના પાવન અવસરે શિવ કથાકાર માધુરીબેન ગોસ્વામીના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ તકે માધુરીબેને જણાવ્યું હતુ કે ૮૫ વર્ષની ઉંમરે પણ કાર્યરત રહીને આનંદગીરી બાપુ સમાજ-ઉપયોગી કાર્યો કરી રહ્યા છે, જે યુવાનો માટે પ્રેરણારૂપ બાબત છે તેમજ વધુમાં કહ્યુ હતુ કે માણસ કોઇપણ ઉંમરે પૂરી ધગશ અને ઉત્સાહ સાથે કાર્યરત રહે તો કોઇપણ કાર્ય મુશ્કેલ નથી રહેતુ.

અન્ય સમાચારો પણ છે...