તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવચન સત્રનો પ્રારંભ:પોરબંદરમાં શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રના 11 દિવસિય પ્રવચન સત્રનો પ્રારંભ કરાયો

પોરબંદર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોતના 11 દિવસીય પ્રવચન સત્રનો પ્રારંભ કરાયો હતો. ત્યારે સાંદિપની વિદ્યાનિકેતન ખાતે રમેશભાઈ ઓઝા પ્રવચન આપશે તેવું જણાવ્યું હતું. ભગવાન શ્રી હરિની આરાધના આ માસમાં વિશેષ રૂપે કરવામાં આવે છે. જેના અનુસંધાને શ્રી હરિના સાનિધ્યમાં સાંદિપની વિદ્યાનિકેતન ખાતે રાષ્ટ્રીય સંત રમેશભાઈ ઓઝાના મુખેથી શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત પર 11 દિવસીય પ્રદર્શન સત્રનું આયોજન કરવામાં આવ્યું છે.

આજથી આગામી તારીખ 6 ડિસેમ્બર સુધી દરરોજ સાંજે 4 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી કાર્યક્રમ યોજાનાર છે. સાંદિપની ખાતે 11 દિવસીય કાર્યક્રમમાં રાષ્ટ્રીય સંત રમેશભાઈ ઓઝા દ્વારા પ્રવાસન આપવામાં આવશે. જેનો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ભક્તજનોને લાભ લેવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...