સારવાર:108 ટીમે એમ્બ્યુલન્સ રોડ પર રોકી પ્રસૃતાની નોર્મલ ડિલીવરી કરાવી

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાણાવાવ તાલુકાના આશબા પાટિયા પાસે રાણાવાવ બાયપાસ રોડ ઉપર ખેતી કામ કરતા લલીતાબેન ભુરિશિંહ નામની પ્રસુતાં મહિલાને9 માસ પુર્ણ થતા પ્રસુતિની પીડા ઉપડતા 108 ની ટિમને જાણ કરવામાં આવી હતી.

108નાં ઈએમટી આરતી જાડેજા અને પાયલોટ રાણાભાઇ ગરચર તુરંત સ્થળ પર પહોંચ્યા હતા અને પ્રસુતાંને એમ્બ્યુલન્સમાં મૂકી હોસ્પિટલ ખાતે લાવતા હતા તે દરમ્યાન પ્રસુતાને પીડા ઉપડતા હોસ્પિટલ લઇ જવાનો સમય ન હોવાથી સમય સુચકતા ધ્યાનમાં રાખી રોડ ઉપર એમ્બ્યુલન્સ ઊભી રાખી આ મહિલાને એમ્બ્યુલન્સમાં અંદર જ નોર્મલ ડીલેવરી કરાવી એમ્બ્યુલન્સમાં પુત્રીનો જન્મ કરાવ્યો હતો અને માતા અને પુત્રી નો જીવ બચાવ્યો હતો અને એમ્બ્યુલન્સ માં પ્રાથમિક સારવાર આપી રાણાવાવ સરકારી હોસ્પિટલ ખાતે પહોચાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...