બ્લડ ડોનેટ કરવા અપીલ:થેલેસેમિયા પીડિત યુવતીએ પ્રોફેસરની પરીક્ષા પાસ કરી, પોરબંદરમાં થેલેસેમિયા પીડિત દર્દીઓની સંખ્યા 210 જેટલી છે

પોરબંદર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થેલેસેમિયા પિડીત દર્દીના તમામ મા - બાપને અપીલ : દિકરીઓને ભણાવો

પોરબંદર શહેરમાં આશરે 210 જેટલા થેલેસેમિયા પીડિત દર્દીઓ આશા બ્લડ બેંક ખાતે નિયમિત બ્લડ ચડાવે છે. આમ તો આશા હોસ્પિટલ ખાતે દર મહિને થેલેસેમિયા પીડિત દર્દીઓ માટે આશરે 250 થી 300 બોટલ લોહીની જરૂર પડે છે. પોરબંદર શહેરમાં રહેતી થેલેસેમિયા વોરિયર પારુલ શુક્લાએ હાલમાં જ જીસેટની પરીક્ષા પાસ કરી છે. જે પ્રોફેસર બનવા માટે બેકગ્રાઉન્ડ પૂરું પાડે છે.

પારુલ શુક્લાએ વધુમાં જણાવ્યું હતું કે લોકો એમ માને છે કે એ તો દર્દી છે એ મહેનત ન કરી શકે એ જીવનમાં શું કરશે ? પરંતુ એવું કશું નથી જો તમારામાં જુસ્સો છે હિંમત છે તો તમે ગમે તેવી અડચણ કે પરીક્ષા જીવનમાં પાસ કરી શકો છો. આ તકે તેમણે જણાવ્યું હતું કે થેલેસીમિયા દર્દીના બધા મા-બાપને અપીલ કરું છું કે તમારા દીકરા દીકરીઓને ભણાવો અને સપોર્ટ કરો તે ચોક્કસથી જીવનમાં આગળ વધી શકશે તેનામાં આત્મવિશ્વાસ વધારો. આ ઉપરાંત પોરબંદર આશા હોસ્પિટલ દ્વારા પણ થેલેસેમિયાના દર્દીઓ માટે બ્લડ ડોનેટ કરવા પણ અપીલ કરવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...