જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તેમજ પોલીસ અધીક્ષક રવિ મોહન સૈની દ્વારા જિલ્લામાં વિધાનસભા ચુંટણી અન્વયે નાશતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના કરવામાં આવેલી હતી. જે અનુસંધાને એલસીબી પીઆઇ એચ.કે.શ્રીમાળીના માર્ગદર્શન હેઠળ પેરોલ/ફર્લો સ્કોડના પીએસઆઈ એચ.એમ.જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોડના માણસો તપાસમાં હતા.
તે દરમિયાન પો.હેડ.કોન્સ.પિયુષ કચરા તથા પિયુષ રણમલને ટેકનીકલ તેમજ હ્યુમન રીસોર્સીસથી બાતમીની હકીકત મળેલી કે રાણાવાવ પો.સ્ટે.નો ગુનહેગાર છેલ્લા 1 વર્ષથી લાલશાહીથી નાશતા ફરતા આરોપી અજય દેવસીહ અમલીયાર રહે.પીપલાણી વાળો અમરેલી જિલ્લાના વડીયા પો.સ્ટે.વિસ્તારમાં ભુખલી સાંથળી ગામે છે. જે હકીકતના આધારે પેરોલ ફર્લો સ્કોડ પોરબંદરની ટીમ તે જગ્યાએ જઇ તપાસ કરતા મજકુર આરોપી અનસીહ ઉર્ફે અજય દેવસીહ અમલીયાર મળી આવ્યો હતો. પોરબંદર લાવી ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ થવા સારૂ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપ્યો છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
પેરોલ/ફર્લો સ્કોડના પીએસઆઇ એચ.એમ.જાડેજા તથા ASI એચ.કે.પરમાર તથા HC પિયુષ બોદર તથા પ્રકાશ નકુમ તથા પિયુષ સીસોદીયા,વજશી વરૂ તથા ઉપેન્દ્રસીહ જાડેજા તથા પો.કોન્સ. જેતમલ મોઢવાડીયા તથા ડ્રા. પો.કોન્સ.રોહીત વસાવા હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.