રજૂઆત:નવી પેન્શન યોજના અંગે શિક્ષકો ફરી સરકાર સામે મોરચો માંડશે

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારે આપેલ ફોર્મ્યુલા શિક્ષકોએ નકારી

પોરબંદર શહેરની પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને પત્ર દ્વારા જણાવ્યું છે કે સરકાર દ્વારા નવી વર્ધિત પેન્શન યોજના અંગે આપવામાં આવેલ સમાધાન શિક્ષકોને માન્ય ન હોય અને આ બાબતે શિક્ષકો ફરી એકવાર સરકાર સમક્ષ જવા માંગતા હોય હાલ પુરતા શિક્ષકો પાસેથી વિકલ્પ માંગવાની પ્રક્રિયા બંધ રાખવા રજૂઆત કરવામાં આવી છે.

NPS નવી વર્ધિત પેન્શન યોજના ધરાવતા શિક્ષકોને 10% કપાત સામે 10% સરકારી ફાળો જમા કરવામાં આવતો હતો. જે અન્વયે આંદોલનના અંતે સરકાર સમક્ષ થયેલ સમાધાન મુજબ 10% કપાત સામે 14 % સરકારી ફાળો જમા કરવાનું સ્વીકારવામાં આવ્યું હતું. પણ પાછળથી સરકારે સમાધાનને ફેરવી તોળીને 10 સામે 10, 12 સામે 12 અને 14 સામે 14% આપવા બાબતનો પરિપત્ર થયેલ હોય, શિક્ષકોને આ બાબત માન્ય ન હોય, ફરીવાર સરકાર સમક્ષ રજૂઆત કરી સમાધાન મુજબ 10% સામે 14 % ફાળો આપે અને હાલ NPS નવી પેન્શન સ્કીમ ધારક શિક્ષકો પાસે વિકલ્પ માંગવામાં આવી રહ્યા છે એ પ્રક્રિયા હાલ પૂરતી બંધ રાખવામાં આવે એવી રજુઆત પોરબંદર શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવી છે.

શું કહે છે શિક્ષણમંત્રી ?
ઉલ્લેખનીય છે કે ગત તા. 16-09-2022 ના રોજ શિક્ષણમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને શિક્ષકોના પ્રશ્નોના સમાધાનની વાત કરી હતી અને આંદોલનનો અંત કરેલ હતો પરંતુ આજની તારીખે મોટાભાગના પ્રશ્નો એમ જ છે અને આ બાબતે શિક્ષકોએ ફરીવાર સરકાર સમક્ષ રજૂઆત કરવાનું નક્કી કરેલ છે.

શું હતી શિક્ષકોની માંગ ?

  • કર્મચારીઓએ તા. 01-04-2005 પહેલા નિમણુંક થયેલ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવો.
  • તા. 01-04-2005 પછી નિમણુંક થયેલ કર્મચારીઓને સીપીએફ ખાતામાં 10 ટકાની સામે સરકાર 14 ટકા જમા કરશે.
  • નગરપાલિકા તથા મહાનગરપાલિકાના શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવો { સાતમા પગારપંચ મુજબ ઘર ભાડુ ચૂકવવું
અન્ય સમાચારો પણ છે...