વિરોધ:ગરૂડ એપ્લિકેશનની જટીલ કામગીરીનો શિક્ષકો દ્વારા વિરોધ

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ચૂંટણી અધિકારીને મુક્તિ આપવા માંગ કરાઇ

જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા જિલ્લાના શિક્ષકોને બીએલઓ તરીકેની કામગીરી સોંપવામાં આવી છે. શિક્ષકોને આ ઉપરાંત આ કામગીરી ઉપરાંત ગરૂડ એપ્લિકેશનની ડેટા એન્ટ્રીની નવી કામગીરી સોંપાતા શિક્ષકો દ્વારા તેમાંથી મુક્તિ આપવા માટે માંગ કરવામાં આવી છે. અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પોરબંદર જીલ્લાના ચુંટણી અધિકારીને લેખીત રજૂઆત કરવામાં આવી છે કે બીએલઓ તરીકે કામગીરી કરતા શિક્ષકોને ગરૂડ એપ ડાઉનલોડ કરીને કામગીરીના આદેશ આપવામાં આવ્યા છે.

આ અંગે જિલ્લાના તમામ બીએલઓ તરીકે કામ કરતા શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો છે. અત્યાર સુધી બીએલઓ ફોર્મ ભરી આપતા હતા અને તેનું ડેટા એન્ટ્રીનું કામ ડેટા ઓપરેટર કે કર્લાક કરતા હતા અને હવે આ ઓનલાઇન કરવાનું નવું કામ સોંપાતા શિક્ષકોએ તેમનો વિરોધ કર્યો છે. ગરૂડ એપમાં ઓનલાઇન વર્કની જટીલ કામગીરીના કારણે બાળકોના શિક્ષણ પર અસર પડશે. પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થતા શિક્ષકો 20 મહિના બાદ વિદ્યાર્થીઓના શિક્ષણકાર્યમાં રોકાયેલા હોય છે તેમજ અન્ય કામગીરીઓ પણ ચાલુ હોય છે જેથી શિક્ષકોને ગરૂડ એપ્લિકેશનની ડેટા એન્ટ્રીની નવી કામગીરીમાંથી મુક્તિ આપવા માટે માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...