તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષક દિનની ઉજવણી:જિલ્લામાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓએ શિક્ષક બની અભ્યાસ કરાવ્યો, શિક્ષકોને યાદ કરી મળવા ગયા

જિલ્લામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ શિક્ષક બની અભ્યાસ કરાવ્યો હતો તો બીજીતરફ છાત્રોએ શિક્ષકોને યાદ કરી મળવા ગયા. પોરબંદરમાં શિક્ષક દિવસ નિમિત્તે વિવિધ કાર્યો દ્વારા ઉજવણી કરી હતી. પોરબંદરમાં તિરુપતિ સેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા શિક્ષકોને પેન ભેટ સ્વરૂપે આપી હતી અને કેટલાક શિક્ષકોને બોલાવી સેવાકાર્ય કર્યું હતું.

આ ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે શિક્ષકોને બોલાવી તેઓના હસ્તે દર્દીઓને ફ્રુટ સહિતની ચીજો વિતરણ કરી હતી તેમજ લેડી હોસ્પિટલ ખાતે શિક્ષકોએ નવજાત શિશુને કપડાની કીટ, માતાને સૂકોમેવો, ફ્રુટનું વિતરણ કર્યું હતું. આ તકે સંસ્થાના અશોકભાઈ કોટેચા, ડો. ચેતનાબેન તિવારી, આર્યકન્યા ગુરુકુળના પ્રજ્ઞાબેન ગજ્જર સહિતનાઓ ઉપસ્થિત રહી શિક્ષક દિનને યાદગાર બનાવ્યો હતો. રાણાવાવની ધી વિક્ટોરિયા ઇસ્લામિ મદરેશા હાઈસ્કૂલ ખાતે ધો. 6 થી 8 અને 9 થી 12 ના છાત્રોએ વિવિધ વિષયોના શિક્ષક બની અન્ય છાત્રોને અભ્યાસ કરાવ્યો હતો. પટ્ટાવાળા થી માંડીને આચાર્ય સહિતની જવાબદારી છાત્રોએ નિભાવી હતી. આથી શાળાના ટ્રસ્ટી અને આચાર્ય ગોહિલે આ કાર્યને બિરદાવ્યું હતું.

પોરબંદરમાં પણ કેટલાક લોકોએ પોતાના પ્રેરણાદાયી શિક્ષકોને યાદ કરીને તેમના ઘરે જઈને શાળાના દિવસો યાદ કર્યા હતા. ડો. ચેતનાબેન તિવારીએ તેમના શિક્ષક ગુરુ કિરુબેન છાયાના ઘરે જઈ ને તેનું ભાવ પૂજન કરી શિક્ષક અને વિધાર્થીના દિવસોની યાદ તાજા કરી હતી. શાળાના દિવસો દરમ્યાન લોકોને આગળ વધવા માટે અને શ્રેષ્ઠ મનુષ્ય બનવા માટે રાહ ચીંધનાર શિક્ષકોને લોકોએ યાદ કરી તેઓને સોસીયલ મીડિયાના માધ્યમથી મેસેજ દ્વારા પ્રણામ કરી આ શાળાના દિવસો યાદ કરી શિક્ષકોને ભાવ પૂજન કરી આ દિવસની ઉજવણી કરી હતી તો બીજી તરફ કેટલાક છાત્રોએ પોતાના માતા પિતાને શ્રેષ્ઠ ગુરુ સમાન ગણી માતાપિતાના આશીર્વાદ મેળવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...