શ્રેષ્ઠ શિક્ષક:પોરબંદરમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ; જિલ્લા તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતના રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણએ શિક્ષણ ક્ષેત્રે આપેલા અભૂતપૂર્વ યોગદાનને કારણે તેમના જન્મદિવસ નિમિત્તે 05 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પોરબંદર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને શિક્ષક દિનની ઉજવણી કરવામાં કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક તથા માધ્યમિક કક્ષાએ વર્ષ ૨૦૨૨-૨૩ માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા તેમજ તાલુકાના 7 શિક્ષકોનું સન્માન કરવામાં કરવામાં આવ્યું હતું. સાથે જ સારી કામગીરી કરનાર અન્ય શિક્ષકોનું સન્માન તથા પ્રતિભાશાળી વિધાર્થીઓનું સન્માન કરાયું હતું.

ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ અને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ બિરલા હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટર અશોક શર્માએ શિક્ષકોને પ્રેરક વાત કરીને જીવનમાં આદર્શ શિક્ષણ તથા શિક્ષકનું મહત્વ સમજાવી કહ્યું કે, શાળાઓમાં બાળકોને ભારતીય સંસ્કૃતિનું દિવ્ય અને ભવ્ય ગોકુળ અને વૈકુંઠસમુ સર્વાગી શિક્ષણ મળે અને બાળકોનું જીવન ઘડતર થાય તે માટે શિક્ષકોએ હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઇએ. શિક્ષકોનો પ્રભાવ બાળકના જીવનમાં સારો એવો પડે છે. જેથી શાળામાં બધા શિક્ષકો એકબીજાને સહયોગ આપે તો જ વિધાર્થીઓનું સારી રીતે ઘડતર શક્ય છે. આ તકે કલેકટરે વિધાર્થી તરીકેના તથા શિક્ષક તરીકેના દિવસોને યાદ કરી પોતાની દીકરી પણ શિક્ષક છે તેમ જણાવી શિક્ષક દિનની સૌને શુભકામના પાઠવી હતી.

આ તકે જિલ્લા શિક્ષણાધિકારી કણસાગરાએ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેલા સૌ મહેમાનોને શાબ્દિક આવકાર આપી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. કાર્યક્રમમાં શ્રેષ્ઠ શિક્ષક સન્માનિત બે શિક્ષકોએ શિક્ષણ ક્ષેત્રેના પોતાના અનુભવો કહ્યાં હતા. કલેકટર દ્રારા શિક્ષકો માટે બનાવેલો ઓડીયો સંદેશ ઉપસ્થિત સૌ લોકોએ સાંભળ્યો હતો. કાર્યક્રમની આભારવિધિ સંદિપ સોની તથા સંચાલન પુજાબેન રાજાએ કર્યું હતું. આ તકે જિલ્લા વિકાસ અધિકારી વિ.કે.અડવાણી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન આવડા ઓડેદરા સહિતના મહાનુભાવો, અધિકારીઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...