તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાતનો પ્રયાસ:સીમાણીના ઉપસરપંચના ત્રાસથી શિક્ષિકાએ ફીનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો

પોરબંદર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
આપઘાતનો પ્રયાસ કરનાર પ્રીતિબેન - Divya Bhaskar
આપઘાતનો પ્રયાસ કરનાર પ્રીતિબેન
  • સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટમાંથી થયેલ ભ્રષ્ટાચાર પર પડદો પાડવા ષડયંત્ર કરેલ છે : ઉપ સરપંચ

પોરબંદરની શિક્ષિકાએ સીમાણીના ઉપ સરપંચના ત્રાસથી ફીનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની પોલીસમાં ફરિયાદ અરજી કરી છે જ્યારે ઉપ સરપંચે પણ અરજી કરી જણાવ્યું છે કે સર્વે શિક્ષા અભિયાન ની ગ્રાન્ટ માંથી થયેલ ભ્રષ્ટાચાર પર પડદો પાડવા ષડયંત્ર કરેલ છે. કડીયાપ્લોટ વિસ્તારમાં રહેતા અને હાલ નંદેશ્વર સિમ શાળા ખાતે આસિસ્ટન્ટ શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પ્રીતિબેન વ્રજલાલ ટાંકએ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ શિક્ષિકાએ પોલીસમાં ફરિયાદ અરજી કરી જણાવ્યું હતું કે, અગાવ તેણી સીમાણી પ્રાથમિક શાળા ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવતી હતી. ત્યારે સીમાણી ગામના સરપંચ વિજય જેસાભાઈ સુંડાવદરાએ તા. 20/2/21 ના રોજ ધાક ધમકી, ગાળા ગાળી કરી, મારી નાખવાની ધમકી આપી રૂપિયા 1.11 લાખ પડાવેલ હતા. તેણીએ ઉમેર્યું હતું કે, ફરિયાદમાં ઉલ્લેખ કરેલ છે કે ગામમાં સરપંચના ત્રાસથી નોકરી કરી શકું તેમ નથી તેથી બદલી કરી નંદેશ્વર સીમ શાળા ખાતે આ.શિ. તરીકે જતી રહેલ છે. વિજય જેશાની ધાક ધમકી ના કારણે ફીનાઇલ પીધી છે જેથી કાર્યવાહી કરવા અરજી કરે છે.

સામાપક્ષે વિજય જેશાભાઈ સુંડાવદરાએ બગવદર પીએસઆઇને ફરિયાદ અરજી કરી છે તેઓ સીમાણી ગ્રામ પંચાયતમાં સદસ્ય તરીકે અને ઉપસરપંચ તરીકે સેવા આપે છે. અગાવ તેઓ સરપંચ હતા. સીમાણી ગામમાં આવેલ સીમાણી સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે પ્રિતિબેન વ્રજલાલ ટાંક ફરજ બજાવતા હતા. જેઓના આચાર્ય તરીકેના કાર્યકાળ દરમિયાન સર્વ શિક્ષા અભિયાન યોજના અંતર્ગત સ્કુલનું નવું બિલ્ડીંગ બનાવવાનું કામ મંજુર થયેલ.

આ શાળાના બાંધકામમાં કામો અધુરા હોવા છતાં આ શાળાના તત્કાલિન પ્રિન્સિપાલ પ્રિતિબેન સર્વ શિક્ષા અભિયાનનો છેલ્લો હપ્તો જે રૂ. 90,400 આસપાસનો હતો તેનું ચુકવણું ગેરકાયદેસર રીતે સીમાણી ગ્રામ પંચાયતના પુર્વ સરપંચને કરી દીધેલ હોવાનું મારી જાણમાં આવ્યું હતું. તેમજ અગાવ બનેલા શાળાના ઓરડાઓમાં વાયરીંગ કામ સહિતના કામો પેટે આ આચાર્ય બહેને રૂ. 56000 નો હપ્તો ઉપાડી લીધેલ.

હકીકતે આ હપ્તાઓનું ચુકવણું કરવા માટે સર્વ શિક્ષા અભિયાનની સમિતિને વિશ્વાસમાં લીધા વગર કે જાણ કર્યા વગર નાણાંકીય ગેરરીતિઓ આચરેલ હોવાનું અમારી જાણમાં આવતાં અમોએ આ બાબતે તપાસ કરતાં અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારતાં તત્કાલિન આચાર્ય પ્રિતિબેન અને સિમાણી ગ્રામ પંચાયતના પુર્વ સરપંચ સહિતનાઓએ એકસંપ કરીને કૈાભાંડ પર પરદો ઢાંકવા અને અમોને રાજકીય રીતે બદનામ કરવા માટે આચાર્ય પ્રિતિબેન ટાંકને ઝેરી દવા પીવા માટે ઉશ્કેરેલ હોવાનું અમારી જાણમાં આવેલ છે.

સર્વ શિક્ષા અભિયાનની ગ્રાંટમાંથી થયેલો ભષ્ટ્રાચાર પર પરદો પાડવા અને અમારી રાજકીય કારર્કિદીને નુકશાન કરવા માટે જ આ ષડયંત્ર કરેલ હોવાનું માનવું છે આથી આ બાબતે ઉડાંણપુર્વક તપાસ કરવામાં આવે તેવી અરજી કરી છે.

અન્ય સમાચારો પણ છે...