રજૂઆત:રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે સરકારી, બિનસરકારી અન્ય ધંધાર્થીઓ પાસેથી ફાળો લેવો અપમાન જનક કહેવાય

પોરબંદર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રધ્વજ અમૂલ્ય છે, સરકારી વેચાણ ન થવું જોઈએ, એડવોકેટની ઉચ્ચકક્ષાએ રજૂઆત

રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે સરકારી, બિનસરકારી, અન્ય ધધાર્થીઓ પાસેથી ફાળો લેવો રાષ્ટ્રધ્વજનું અપમાન કહેવાય, રાષ્ટ્રધ્વજ અમૂલ્ય છે, સરકારી વેચાણ ન થવું જોઈએ તેવી એડવોકેટ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. ગુજરાતમા તા. 11 થી 17 ઓગસ્ટ સુધી રાષ્ટ્રીય પર્વ પર હર ઘર તિરંગાને ફરકાવવા માટે સરકારની અપીલ યોગ્ય છે પરંતુ દેશના આન બાન શાન સમાં રાષ્ટ્રધ્વજને ફરકાવવા માટે જે સરકારી અને બિનસરકારી કર્મીઓ અન્ય ધંધાર્થીઓ તથા પેટ્રોલપંપ સહિતની અન્ય કચેરીઓ પાસેથી જે ફાળો લેવામાં આવે છે તે રાષ્ટ્રધ્વજનું અપમાન છે.

પોરબંદર જિલ્લામાં ચાલતી તમામ આંગણવાડીની બહેનો પાસેથી જિલ્લા પંચાયત કચેરીઓમાં આઇસીડીએસ, સીડીપીઓ ત્રણેય તાલુકા માંથી આંગણવાડીની બહેનો તથા અન્ય સ્ટાફ પાસેથી રૂપિયા લેવામાં આવે છે તે યોગ્ય નથી. આવી બહેનોને તિરંગા વેચાણ માટે આપેલ હોય અને વેચાણ બાદ રૂપિયા કચેરીએ જમા કરાવવા આદેશ આપેલ છે જે યોગ્ય બાબત નથી. દેશ માટે તિરંગો અમૂલ્ય છે તેની કિંમત સરકાર મૂલ્યમાં ન કરી શકે, રાષ્ટ્ર માટે દેશના અનેક લોકોએ બલિદાન આપ્યા છે. રાષ્ટ્રધ્વજનું સરકારી વેચાણ ન થવું જોઈએ.

આ ઉપરાંત આશાવર્કરો, નર્સ, શિક્ષકો અને મોટાભાગના સરકારી, બિન સરકારી કર્મીઓ પાસેથી ફંડ લેવામાં આવેલ હોવાનું જાણવા મળે છે. જે યોગ્ય નથી. તમામ આંગણવાડીઓમાં તિરંગા આપી વેચવામાંટે આપી આવ્યા છે. તેની સામે પગલાં લેવા જોઈએ તેમજ જે જવાબદાર અધિકારી છે તેમની સામે કડક કાર્યવાહી કરવા પોરબંદરના એડવોકેટ ભનુભાઈ ઓડેદરાએ મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...