• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Take Action On The Issue Of Inappropriate Comments About Shivji, Sheshamath Shingda Trust Submitted A Complaint To The Additional Collector.

માંગણી:શિવજી વિશે અયોગ્ય ટિપ્પણી મુદ્દે કાર્યવાહી કરો, શેષમઠ શિંગડા ટ્રસ્ટ દ્વારા અધિક કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરાઇ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સમસ્ત હિન્દુ સમાજના આરાધ્ય દેવ ભગવાન શિવજી વિશે અયોગ્ય ટિપ્પણી મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે શેષમઠ શિંગડા ટ્રસ્ટ દ્વારા કલેકટરને આવેદન પાઠવાયું છે. મુળ સંસ્થા હરીધામ સોખડા માંથી છૂટા પડેલા અને અત્યારે પોતાની રીતે સાધુ પ્રબોધજીવનને ગુરુ માનતા સાધુ આનંદસાગર દ્વારા દેવાધીદેવ મહાદેવ વિશે અપમાનજનક વાણીવિલાપ કરવામાં આવ્યો છે. ભગવાન શિવ દેવોના દેવ અને હિન્દુ સમાજના ઈષ્ટ છે. ભગવાન ભોળાનાથ શું છે અને એમનું સ્થાન શું છે એની જાણ વગર ધર્મના નામે બેફામ કંઈ પણ બોલી નાખતા આવા સ્વામીઓને ભગવાનનો પણ ડર નથી.

વિડીયોમાં જે પ્રબોધ જીવનદાસનું નામ લઇને વાત કરે છે એ પ્રબોધજીવનદાસ પણ આ સભામાં હાજર છે છતા આનંદ સાગરને મહાદેવજીનું અપમાન કરતા રોકતા નથી. એથી સ્પષ્ટ છે કે એમની સંમતી વગર આવુ બોલવું એ શક્ય નથી. પોતાના પ્રબોધસ્વામી દેવો કરતા પણ શ્રેષ્ઠ છે એવું દેખાડવાની હરોળમાં અને મહીમાગાન કરાવવામાં ભાન ભૂલેલા આવા સાધુએ મહાદેવનું અપમાન કર્યું છે અને સમગ્ર હિંદુ સમાજ અને શિવભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી છે.

હિન્દુ ધર્મ વિશે કંઈ પણ બોલી નાખતા આવા સંતે લોકોને ભરમાવવા માટે આવી ટિપ્પણી કરી હતી અને આ વાતને શાસ્ત્રો કે સત્યતા સાથે કોઇ લેવાદેવા નથી. સાધુ આનંદસાગર સામે કડક પગલાં લઈને, થતી તમામ કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને જેલ હવાલે કરવામાં આવે એવી સમસ્ત જગતગુરૂ રામાનંદાચાર્ય આચાર્ય પીઠની લાગણી અને માંગણી છે. અને જો આવું કરવામાં નહીં આવે તો સમસ્ત જગતગુરૂ રામાનંદાચાર્ય આચાર્ય પીઠ દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવું શેષમઠ શિંગડા ટ્રસ્ટ દ્વારા મહંત સર્વેશ્વર આચાર્યજી સાથે સિંગેશ્વર મહાદેવના પૂજારી તથા રામાચાર્યજીએ અધિક કલેકટરને પાઠવી રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...