તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:રાજપૂત સમાજના યુવાન સામે ખોટી પોલીસ કાર્યવાહી બદલ પોલીસ સામે કાર્યવાહી કરો

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજપુત સમાજ અને કરણી સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી રજુઆત કરી

પોરબંદરમાં રાજપૂત સમાજના યુવાન સામે ખોટી પોલીસ કાર્યવાહી થઈ હોવાના આક્ષેપ થયા છે. જે મામલે પોરબંદર રાજપૂત સમાજ અને કરણી સેના દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. પોરબંદર રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યુ છે કે, પોરબંદર શહેરના કડીયાપ્લોટ વિસ્તારમાં રહેતા અજયસિંહ વનુભા જેઠવા નામના ક્ષત્રિય યુવાન સાથે ખોટી પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે.

કમલાબાગ પોલીસ મથકમાં ફરજ બજાવતા વિજય રણછોડ ચોસલા નામના પી.એસ.આઈ. તેમજ કિરણ નાનજીભાઈ અને ગોપાલ દેવશીભાઈ નામના લોકરક્ષકોએ પૂર્વ આયોજીત કાવતરૂં રચી અજયસિંહના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી, માં શકિતના સ્થાનકમાં રાખવામાં આવેલ માતાજીની પૂજા માટેની તલવારો તે સ્થાનેથી લઈ જઈ ક્ષત્રિય સમાજની લાગણી દુભાવવાનું કૃત્ય કર્યું છે. પી.એસ.આઈ. અને લોકરક્ષકના જવાનોએ કોઈપણ ઉચ્ચ અધિકારીની મંજુરી વિના અજયસિંહના ઘરમાં ઘૂસી પૂજામાં રાખેલી તલવારો અને બે ધોકા લઈ ગયા હતા.

તેના બીજા દિવસે અજયસિંહ જાહેરમાં તલવાર લઈને નીકળ્યો હતો અને જાહેરનામાનો ભંગ કર્યો હતો તે પ્રકારની ખોટી પોલીસ ફરિયાદ નોંધી અજયસિંહ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટનાના પુરાવારૂપે અજયસિંહ પાસે તેમના ઘરના સી.સી. ટીવી કેમેરાના ફૂટેજ પણ ઉપલબ્ધ છે. ક્ષત્રિય સમાજ માં શકિતનો ઉપાસક હોવાથી દરેક ક્ષત્રિયના ઘરમાં માં શકિતના પ્રતિકરૂપે અને પ્રસાદીરૂપે દેવસ્થાનમાં તલવાર રહેલી હોય છે.

અને ક્ષત્રિય સમાજ તેની પૂજા-અર્ચના કરતો હોય છે ત્યારે આ ઘટનાને ક્ષત્રિય સમાજે વખોડી આ પ્રકારનું કૃત્ય કરનારા પી.એસ.આઈ. ચોસલા સહિતનાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, સેક્રેટરી રાજદિપસિંહ જેઠવા, યુવા પ્રમુખ સુર્યદિપસિંહ જાડેજા તેમજ યુવા અગ્રણી બલવીરસિંહ જેઠવા અને દિવ્યરાજસિંહ જેઠવા સહિતનાઓએ જિલ્લા કલેકટર સમક્ષ કરી છે.

અન્ય સમાચારો પણ છે...