રજુઆત:તાલુકા પંચાયતના તત્કાલીન અધિકારી દ્વારા ખરીદી પ્રક્રિયામાં ગેરરીતિ સામે પગલા ભરો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપ્લાન્ટ ખરીદીમાં 100ની જગ્યાએ 25 લિટરની ક્ષમતા ધરાવતા ફીટ કરી દેવાયા
  • તા. પંચાયતના પૂર્વ કર્મીએ જિલ્લા કલેકટરને લેખિતમાં પુરાવા સાથે રજુઆત કરી

પોરબંદર તાલુકા પંચાયતના તત્કાલીન અધિકારી દ્વારા એટીવીટી યોજનામાં ખરીદી પ્રક્રિયામાં ગેરરીતિ કરનાર સામે પગલા ભરવામાં આવે તેવી પૂર્વ કર્મીએ જિલ્લા કલેકટરને લેખિતમાં રજુઆત કરી છે. પોરબંદરમા તાલુકા પંચાયતના પૂર્વ કર્મી સંજય એમ. કારાવદરાએ જિલ્લા કલેકટરને લેખિતમાં પુરાવા સાથે રજુઆત કરી છેકે, પોરબંદર તાલુકા પંચાયતના તત્કાલીન અધિકારી દ્વારા એટીવીટી યોજના હેઠળ સરકારના નિયમો અનુસર્યા વગર ગેરરીતિ આચરી ભ્રષ્ટાચાર કરેલ છે.

જેના પુરાવા સાથે અગાવ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત પણ કરેલ હોવા છતાં કાર્યવાહી ન થતા આ પૂર્વ કર્મીએ જિલ્લા કલેકટરને રજુઆત કરી પુરાવા આપ્યા છે જેમાં, તાલુકા પંચાયતના તત્કાલીન અધિકારીએ એટીવીટી યોજના હેઠળ સરકારી નિયમ મુજબ GEM માંથી ખરીદી કરેલ નથી અને વર્તમાનપત્રમાં પણ જાહેરાત આપેલ નહતી. પાણીના ટાંકા, મોટરના પ્લાન એસ્ટીમેટ, તાંત્રિક મંજૂરી મેળવેલ નથી, મેજરમેન્ટ બુક લખવામાં આવેલ નથી, કામ પૂર્ણ થયાનું સર્ટી આપવામાં આવેલ નથી. પાણીના ટાંકા અને મોટર જે પાર્ટી પાસેથી ખરીદ કરેલ છે તે વેચાણ કરતા નથી. ડીલર નથી.

પાણીના ટાંકા બ્રાન્ડેડ નથી પણ બિલ અલગ મૂક્યું છે. મોટર પણ એસેમ્બલ ફિટ કરેલ છે. આરો પ્લાન્ટ ની ખરીદીમાં પણ 100 લિટરની ક્ષમતા વાળાને બદલે 25 લીટર વાળા ફિટ કરી એસેમ્બલ ફિટ કરી દેવામાં આવ્યા છે.આ સાથેના તમામ ફોટા સાથેના ગેરરીતિ અંગેના પુરાવા કલેકટરને રજુઆત સાથે આપ્યા છે. ગેરરીતી અંગે તટસ્થ તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...