રજુઆત:ગાઈડ લાઈનનું પાલન ન કરનાર ગરબા આયોજકો સામે પગલા લો

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાજિક કાર્યકરે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરી

કોરોનાની ગાઇડલાઇનનું પાલન ન કરનાર ગરબા આયોજકો સામે પગલા લેવા કલેક્ટરને રજૂઆત કરાઇ છે. આ વખતે શેરી રાસગરબા તેમજ અન્ય જાહેર સ્થળોએ 400 સંખ્યાની મર્યાદામાં રાસ–ગરબાનું આયોજન કોરોનાની ગાઈડ લાઈન તેમજ સરકારની શરતોને આધીન મંજુરી આપવામાં આવેલ છે. હાલમાં અર્વાચિન ગરબાઓ બંધ હોય જેના કારણે જાહેરમાં યોજાનારી ગરબીઓમાં પબ્લીકનો ટ્રાફિક ખૂબજ વધારે રહેશે.

આયોજકો દ્વારા કોરોનાની ગાઈડ લાઈનનું પાલન ન થાય અને આવતા દિવસોમાં ભયંકર રોગચાળો ફાટી નિકળે અથવા કોરોનાની અસર જોવા મળે તે અગાઉ તમામ આયોજકો તેમજ ગરબી ૨મતી બહેનો તથા જાહેર પબ્લીકને આ કાર્યક્રમ દરમિયાન કોરોનાની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરવા તેમજ ડિસ્ટન્સ રાખવા તેમજ રસી લીધેલ છે કે નહીં તેના પુરાવા હાજર રાખવા તેમજ અન્ય સરકારની જે ગાઈડ લાઈન છે

તેનું ચુસ્તપણ પાલન થાય તેના માટે દરેક ગરબી મંડળના આયોજકોને જરૂરી લેખીત તેમજ મૌખીક સચના આપવા તેમજ સ્થળ ઉપર પોલીસ તેમજ આરોગ્ય વિભાગ તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા પ્રતિ કલાકે રાઉન્ડ-અપ રાખવા અને જો આ ગાઈડ લાઈનનું પાલન ન કરતા હોય તેવા શખ્સો સામે તાત્કાલીક કાનની કાર્યવાહી કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર જયેશભાઇ સવજાણીએ જિલ્લા કલેકટરને લેખિતમાં રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...