• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Swearing in Ceremony Of New Office Bearers Of Lions Club Of Porbandar Was Held, After The Expenses Of The Program, The Remaining Amount Will Be Used For The Purpose Of Gauvansh.

નવનિયુક્ત ટીમે શપથ લીધા:પોરબંદરની લાયન્સ ક્લબના નવા હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો, કાર્યક્રમના ખર્ચ બાદ જે રકમ બચે તે ગૌવંશના ઉપયોગ હેતુ વપરાશે

પોરબંદર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યકમમાં બાળકોને મનગમતી ડાન્સ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું

લાયન્સ કલબ પોરબંદરના વર્ષ 2022-23ના નવા વર્ષમાં નિમણુંક પામેલા હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ મોહનભાઈ કોટેચા તાજાવાલા મહાજન વાડી ખાતે આયોજીત થયો હતો. આંતરરાષ્ટ્રીય સેવા-સંસ્થા લાયન્સ કલબ-પોરબંદર,લાયન્સ કલબ-પ્રાઈડ,લીઓ કલબ તથા લીઓ કલબ (પર્લ્સ) ના નવા વરાયેલા હોદેદારોનો શપથગ્રહણ સમારોહ રાજકોટથી પધારેલા પાસ્ટ મલ્ટીપલ કાઉન્સીલ ચેરમેન લાયન દીવ્યેશ સાકરીયાની ઉપસ્થિતીમાં યોજાયો હતો. તેમણે નવ-નિયુકત ટીમને શપથ લેવડાવી હોદાઓ પર નિયુક્ત કર્યા હતા. આ પ્રસંગે પૂર્વ ગવર્નર વિનોદ દત્તાણી તેમજ જેતપુરના પુર્વ ગવર્નર ડો. પ્રિયવત જોષી,મોરબીથી સેકન્ડ વાઈસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર લાયન રમેશ રૂપાલા તથા ડિસ્ટ્રીક્ટ કેબીનેટ સેક્રેટરી નિરવ વડોદરીયા જામનગરથી ઉપસ્થિત રહ્યા હતા.

નવ-નિયુકત ટીમને શપથ લેવડાવી હોદાઓ પર નિયુક્ત કરાયા
આયોજીત સમારોહમાં લાયન આશિષ પંડયા પ્રમુખ,લાયન કિશન મલકાણ સેકેટરી, લાયન ગોપાલ લોઢારીને ખજાનચી નીમવામાં આવ્યા હતા. લાયન્સ ક્લબ પ્રાઈડના પ્રમુખ તરીકે રૂપિતાબા પરમાર, લીઓ ક્લબ પોરબંદરના પ્રમુખ તરીકે ડો. રીયા લાખાણી તથા લીઓ ક્લબ (પર્લ્સ)ના પ્રમુખ તરીકે લીઓ નયના લોઢીયાએ શપથ લીધા હતા અને સેવાકાર્યોની પરંપરા અવિરત રાખવા વચનબધ્ધ થયા હતા. આ સાથે ક્લબમાં નવા દાખલ થયેલા સભ્યોનું આગવી શૈલીમાં ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રીકટ ગવર્નર હિરલબા જાડેજાએ પરિચય કરાવી ક્લબમાં આવકાર્યા હતા. આ તકે પોરબંદર નગરસેવા સદનના પુર્વ પ્રમુખ, લાયન્સ કલબના પૂર્વ પ્રમુખ અને પોરબંદર શહેર ભાજપ પ્રમુખ પંકજ મજીઠીયા ખાસ હાજર રહ્યા હતા.

ડાન્સ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
આ કાર્યકમમાં બાળકોને મનગમતી ડાન્સ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે લાયન્સ ક્લબ, લીઓ ક્લબ તથા કીંગડમ ઓફ ડાન્સના ઉપકમે આયોજીત થઈ હતી. જેમાં મોટી સંખ્યામા બાળકોએ ભાગ લઈ આનંદ મેળવ્યો હતો. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મીનાબેન ગજજર તથા ભાર્ગવ વાળાએ સેવા આપી હતી, જેના પ્રોજેક્ટ ચેરમેન ચાંદનીબેન પંડ્યા તથા અંકીત મોનાણી રહ્યા હતા.

કાર્યક્રમને લગતા ખર્ચ બાદ જતા જે કાંઈ રકમ બચે તે ગૌવંશના ઉપયોગ હેતુ વાપરવામાં આવશે
શપથગ્રહણ સમારોહની સાથે સેવાની જયોત જલાવતા લાયન્સ કલબ દ્વારા રાત્રે આ જ સ્થળ પર જુનાગઢના પ્રસિદ્ધ રાજુ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા પ્રસ્તુત આઠ સમાના દર્શન સાથે શ્રીનાથજી ઝાંખીનો કાર્યકમ પણ રાખવામાં આવેલ હતો. સંસ્થા અને કલાકારો દ્વારા આ કાર્યક્રમને લગતા ખર્ચ બાદ જતા જે કાંઈ રકમ બચે તે ગૌવંશના ઉપયોગ હેતુ વાપરવામાં આવશે તેવી જાહેરાત કરવામા આવી હતી. ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલ લમ્પી ડિસીઝ આઈસોલેશન વોર્ડ ખાતે આ ફંડ મોકલી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...