રજુઆત:રાણાવાવ કુતિયાણામાં અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનનો સર્વે કરો

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ દ્વારા રજુઆત કરવામાં આવી

પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરી કુતિયાણા, રાણાવાવ પંથકમાં અતિવૃષ્ટિના કારણે થયેલ નુકશાનનો સર્વે કરવા માંગ કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં અને ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદ પડયો હોવાના કારણે ઉપરવાસનું વરસાદી પાણી ઘેડ પંથકમાં આવ્યું હતું. જેના કારણે ખેડૂતોની જમીનનું ધોવાણ થયું હતું અને પાક પણ નાશ પામ્યો છે. આ અંગે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અને અતિવૃષ્ટિના કારણે થયેલ નુકશાનનો સર્વે કરી તાત્કાલિક ધોરણે સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...