સરકારને રજૂઆત:પોરબંદરના ઘેડ પંથકમાં ચણાના પાકમાં રોગચાળો ફેલાતા સર્વે કરો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યએ નુકસાનીનું વળતર ચુકવવામાં આવે તેવી સરકારને રજૂઆત કરી

પોરબંદરના ઘેડ પંથકમાં પુષ્કળ પ્રમાણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચણાના પાકનું વાવેતર થયું છે. પરંતુ ચાલુ વર્ષ દરમિયાન ચણાના પાકમાં રોગશાળો ફેલાયો છે. રોગશાળો ફેલાયો હોવાના કારણે તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે તેવી ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ સરકાર સમક્ષ રજૂઆત કરી સર્વે કરાયા બાદ નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ કૃષિ મંત્રીને રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે ઘેડ વિસ્તારમાં ચણાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે.

પરંતુ ચાલુ વર્ષ દરમિયાન ચણાના પાકમાં સુકારા નામનો રોગચાળો આવ્યો છે. સુકારા નામનો રોગશાળો આવ્યો હોવાના કારણે આ વિસ્તારમાં ચણાના પાકને ખૂબ જ નુકસાન થયેલ છે. જેના કારણે ઘેડ પંથકના ખેડૂતો ખૂબ જ આર્થિક નુકસાનીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેથી આ વિસ્તારના ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કારણ કે ઘેડ પંથકમાં ચોમાસા દરમિયાન છેલ આવતી હોવાના કારણે ચોમાસુ પાક ઉત્પાદન થતું નથી, અને ઉનાળામાં પણ ખેડૂતો પાક લઈ શકતા નથી. ત્યારે ઘેડ પંથકના ખેડૂતોને એક જ પાક ઉપર નિર્ભર રહેવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...